- Sports
- અર્જુન તેંડુલકરની કિસ્મત રાતોરાત ખુલી, પસંદગીકારોએ એશિયા કપ માટે મોકલ્યો કોલ!
અર્જુન તેંડુલકરની કિસ્મત રાતોરાત ખુલી, પસંદગીકારોએ એશિયા કપ માટે મોકલ્યો કોલ!
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર હવે ભારતની સિનિયર ટીમમાં જગ્યા બનાવવાના માર્ગે છે. IPL-2023ની 16મી સિઝનથી આ લીગમાં ડેબ્યૂ કરનાર અર્જુનને BCCI દ્વારા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
BCCIએ NCA કેમ્પમાં અર્જુન સહિત 20 આશાસ્પદ ખેલાડીઓને આમંત્રણ આપ્યું છે. BCCI બહુમુખી પ્રતિભા ધરાવતા ખેલાડીઓની શોધમાં છે, જે ટૂંક સમયમાં ચુનંદા સ્તરે રમવા માટે તૈયાર છે. આ પ્રક્રિયામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે તમામને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ત્રણ સપ્તાહના કેમ્પ માટે બોલાવ્યા છે. આમાં ગોવા માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમનાર અર્જુન તેંડુલકરનો સમાવેશ થાય છે, જેણે ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLની શરૂઆત કરી હતી. જ્યાં તે NCA ચીફ VVS લક્ષ્મણ પાસેથી ક્રિકેટની ટ્રિક્સ શીખશે. આ પછી જો બધુ બરાબર રહેશે તો તેને આ ડિસેમ્બરમાં યોજાનાર ઇમર્જિંગ એશિયા કપમાં રમવાની તક મળશે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'ઇમર્જિંગ એશિયા કપ (અંડર 23) આ વર્ષના અંતમાં યોજાવાનો છે અને BCCI યુવા ખેલાડીઓની શોધમાં છે. ઓલરાઉન્ડરો માટેના કેમ્પનું સૂચન NCA ક્રિકેટના વડા VVS લક્ષ્મણે કર્યું હતું, જેથી કરીને આપણે દરેક ફોર્મેટમાં બહુમુખી પ્રતિભા ધરાવતા ક્રિકેટરો શોધી શકીએ.' એવું સમજવામાં આવે છે કે, શિવ સુંદર દાસની આગેવાની હેઠળની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિએ પ્રદર્શન અને ક્ષમતાના આધારે ખેલાડીઓની પસંદગી કરી હોવાનું જાણવા મળે છે.

સૂત્રે કહ્યું, 'આ કેમ્પમાં સામેલ દરેક ખેલાડી શુદ્ધ ઓલરાઉન્ડર નથી. કેટલાક બોલિંગ ઓલરાઉન્ડર છે, તો કેટલાક બેટિંગ ઓલરાઉન્ડર છે. તેનો હેતુ તેમની પ્રતિભાને નિખારવાનો અને તેમને ટોચના સ્તરે રમવા માટે તૈયાર કરવાનો છે.' આમાં યુવા ઝડપી બોલર ચેતન સાકરિયા, અભિષેક શર્મા, મોહિત રેડકર, માનવ સુથાર, હર્ષિત રાણા અને દિવિજ મહેરા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

બીજી તરફ, અર્જુન તેંડુલકરે માત્ર ત્રણ IPL મેચ રમી છે, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું નથી, પરંતુ જ્યારે તેની પસંદગી પાછળના તર્ક વિશે પૂછવામાં આવ્યું ત્યારે, BCCIના એક સૂત્રએ કહ્યું, 'અર્જુન પાસે રણજી ટ્રોફીમાં સદી મારવાનો પહેલેથી જ ઘણો અનુભવ છે. તે ડાબા હાથનો ઝડપી બોલર છે, જે શરૂઆતથી મધ્ય 130 Km પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે અને ડાબા હાથે બેટિંગ કરે છે. તેણે કહ્યું કે, તે હજુ 23 વર્ષનો છે અને તેની પાસે પોતાને સાબિત કરવા માટે હજુ ઘણો સમય છે, એવું આ (વરિષ્ઠ પસંદગી) સમિતિ અનુભવે છે. નહિંતર, તેઓએ અર્જુન તેંડુલકરને પસંદ કર્યો ન હોત.

