અર્જૂનની બોલિંગને લઇ પાકિસ્તાની ખેલાડીએ ઉઠાવ્યા સવાલ, એક્શનને લઇ કહી આ વાત

PC: hindustantimes.com

અર્જૂન તેંદુલકરે હાલમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ડેબ્યૂ કર્યું છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે બે મેચ રમી છે. અર્જૂનની બોલિંગના ઘણા ક્રિકેટર્સે વખાણ પણ કર્યા છે. પરંતુ, પાકિસ્તાનના પૂર્વ ખેલાડી રાશિદ લતીફે તેની બોલિંગને લઇને કડક પ્રતિક્રિયા આપી છે. લતીફનું કહેવુ છે કે, અર્જૂને પોતાની બોલિંગ એક્શનમાં સુધારો લાવવાની જરૂર છે. જો તે એવુ નહીં કરશે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થઈ શકે છે. અર્જૂન ઘરેલૂં મેચોમાં મુંબઈ માટે રમે છે. જ્યારે, IPL માં મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો છે.

રાશિદ લતીફે અર્જૂન તેંદુલકરને બોલિંગમાં સુધાર કરવાની સલાહ આપી છે. ઇન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર, રાશિદ લતીફે કહ્યું, તે હાલ શરૂઆતી સ્ટેજમાં છે. તેણે હજુ ઘણી મહેનત કરવાની જરૂર છે. તેનું એલાઇન્મેન્ટ બરાબર નથી. તે બોલને વધુ સ્પીડ નહીં આપી શકશે. જો તેને યોગ્ય સલાહ મળી તો તે પોતાની બોલિંગમાં પેસ વધારી શકે છે. તેમા કોચિંગનો મહત્ત્વનો રોલ હશે.

રાશિદ લતીફે કહ્યું, તમારો બેસ મજબૂત હોવો જોઈએ. તેનું બેલેન્સ યોગ્ય નથી. તે બોલિંગમાં પેસને પ્રભાવિત કરે છે. પરંતુ, તે હાલ શરૂઆતી સ્ટેજમાં છે તો તે 135 કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ બોલ ફેંકી શકે છે. તે સારો બેટ્સમેન પણ છે. તે 2-3 વર્ષોમાં સારો ખેલાડી બની શકે છે. જો તે કોઈ અન્ય ફ્રેન્ચાઈઝી માટે રમી રહ્યો હોત તો તેનો એટીટ્યૂડ કંઇક અલગ હોત. હાલ તેના પિતા (સચિન તેંદુલકર) પણ ડ્રેસિંગ રૂમનો હિસ્સો છે.

જો અર્જૂન તેંદુલકરના ઓવર ઓલ પ્રોફેશનલ કરિયર પર નજર કરીએ તો તે શરૂ થઈ ચુક્યુ છે. પરંતુ, હાલ અનુભવની કમી છે. અર્જૂન તેંદુલકરે 7 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 12 વિકેટ લીધી છે. તે લિસ્ટ એની 7 મેચોમાં 8 વિકેટ લઈ ચુક્યો છે. જો તેના ઓવરઓલ T20 પરફોર્મન્સને જોઈએ તો તે પણ સારું રહ્યું છે. અર્જૂને 11 T20 મેચોમાં 13 વિકેટ લીધી છે. તે બેટિંગમાં પણ કમાલ બતાવી ચુક્યો છે. અર્જૂન તેંદુલકરે 7 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 223 રન બનાવ્યા છે. તેણે એક સદી પણ ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp