
અર્જુન તેંડુલકર સાથે જોડાયેલ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ડેબ્યૂ કરનાર અર્જુનને એક કૂતરો કરડ્યો છે. તે પણ તેના બોલિંગ આર્મમાં. આ માહિતી તેણે પોતે આપી હતી. જેનો વીડિયો લખનઉ સુપરજાયન્ટ્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ટ્વિટ કર્યો છે.
વીડિયો પ્રેક્ટિસ સેશનનો છે. આમાં અર્જુન તેંડુલકર લખનઉના ખેલાડીઓ યુદ્ધવીર સિંહ ચરક અને મોહસીન ખાનને મળી રહ્યો છે. આ દરમિયાન યુદ્ધવીર સિંહ ચરકે તેને તેના હાલ ચાલ વિશે પૂછ્યું, જેના જવાબમાં અર્જુને કહ્યું કે, તેને એક કૂતરો કરડ્યો હતો. આ કારણે તેના બોલિંગ હાથની આંગળીઓમાં ઘા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારણે અર્જુનને ઊંડો ઘા થઇ ગયો છે. જેના કારણે તેને લખનઉ સામેની મેચમાં રમવામાં મુશ્કેલી પડી રહી છે. આ મેચ 16 મેના રોજ રમાવાની છે.
અર્જુન તેંડુલકરના પ્રદર્શનની વાત કરીએ તો, તે આ સિઝનમાં કુલ ચાર મેચ રમ્યો છે. જેમાં તેણે કુલ 13 રન બનાવ્યા છે. બીજી તરફ બોલિંગની વાત કરીએ તો તેણે ચાર મેચમાં 30.67ની એવરેજથી કુલ ત્રણ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 9.36 રહી છે. કોલકાતા સામે આ સિઝનમાં ડેબ્યૂ કરનાર અર્જુને છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સના કુલ 14 પોઈન્ટ છે, જ્યારે લખનઉ સુપરજાયન્ટ્સની ટીમના કુલ 13 પોઈન્ટ છે. બંને ટીમોની બે લીગ મેચ બાકી છે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો તે તેની બંને મેચ જીતી જાય છે, તો તે નિશ્ચિત થઈ જશે કે તે પ્લેઓફમાં પહોંચી જશે. આ સાથે તે ટોપ 2માં પણ આવી જશે. બીજી બાજુ, જો તે હારી જાય છે, તો તેના માટે આગળ વધવું મુશ્કેલ બનશે. લખનઉને તો બંને મેચ જીતવી પડશે, તો જ તેનું કંઈ થઇ શકશે.
Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023
અહીં તમને જણાવી દઈએ કે, અર્જુન તેંડુલકરે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને ઘણી વખત તકો મળી ન હતી. તેની પાછળનું કારણ એ હતું કે, ટીમમાં પહેલાથી જ લેફ્ટ આર્મ પેસર છે, જેઓ સારી બોલિંગ કરી રહ્યા છે. જો કે તેને 4 મેચમાં રમવાની તક મળી છે અને તે માત્ર ત્રણ જ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ સિઝનમાં તેને ભાગ્યે જ તક મળે તેવી આશા છે. હાલ તો તે નેટ્સમાં બોલિંગ પણ કરી શકતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp