ઘમંડ ભારતીય ક્રિકેટની નસોમાં દોડે છે, ખબર હતી આવી જ હાલત થશે: એન્ડી રોબર્ટ્સ

PC: indianexpress.com

ટીમ ઈન્ડિયાએ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કોઈ ICC ટ્રોફી જીતી નથી. ભારતને તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રને હારનો સામનો કરવો પડ્યો હતો. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીથી, ટીમ ઈન્ડિયા અનેક ICC ટૂર્નામેન્ટના નોકઆઉટ સુધી પહોંચી છે, પરંતુ દરેક વખતે કિનારે આવીને ડૂબી ગઈ. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર એન્ડી રોબર્ટ્સે ટીમ ઈન્ડિયા વિશે કેટલીક એવી ટિપ્પણીઓ કરી છે, જેનાથી ભારતીય ચાહકો ખુશ થઈ જશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિરુદ્ધ દેશ માટે રમવાની ચર્ચા ચાલી રહી છે અને એન્ડી રોબર્ટ્સે આ અંગે પોતાના મંતવ્યો શેર કરતા કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) તેની પ્રાથમિકતા વિશે વિચારતું થશે.

મીડિયા સૂત્રોને એન્ડી રોબર્ટ્સે કહ્યું, 'ભારતીય ક્રિકેટમાં ઘણો ઘમંડ દોડી રહ્યો છે અને તેથી જ તેઓ વિશ્વના દરેકને ઓછો આંકે છે. ભારતે તેની પ્રાથમિકતા શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, ટેસ્ટ ક્રિકેટ કે લિમિટેડ ઓવરનું ક્રિકેટ. T20 ક્રિકેટ પોતાની રીતે ચાલતું રહેશે, તેમાં બેટ અને બોલ વચ્ચે વધારે સ્પર્ધા નથી. હું ઇચ્છું છું કે, ભારત તેમની બેટિંગની તાકાત બતાવે, મને ફાઇનલ મેચમાં કંઇક અલગ દેખાતું નહોતું, અજિંક્ય રહાણેએ સખત લડત આપી, અને કેટલાક સારા શોટ રમ્યા, પરંતુ તે લેગ સ્ટમ્પ પર ઊભો રહે છે, તેથી તે મોટે ભાગે બોલ્ડ અથવા વિકેટકીપરના હાથમાં કેચ આઉટ થતો હોય છે. પ્રથમ દાવમાં, વિરાટ કોહલી મિચેલ સ્ટાર્ક દ્વારા ફેંકવામાં આવેલા ખૂબ જ શાનદાર બોલ પર આઉટ થયો હતો, ભારત પાસે ઘણા મજબૂત ખેલાડીઓ છે, પરંતુ તેઓ ઘરની બહાર રમતમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા, ત્યારે ભારત દબાણમાં રમી રહ્યું હતું. તે દબાણમાં ભારતે માત્ર 296 રન જ બનાવ્યા હતા. ટેસ્ટમાં ચોથી ઇનિંગમાં 444 રનનો પીછો કરવો ઘણો મુશ્કેલ છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ચોથા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 164 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ એવી કહેવત છે ને કે, જૂની આદતો જલ્દી જતી નથી, ભારતે 70 રનની અંદર તેની આગલી સાત વિકેટ ગુમાવી દીધી હતી. ભારત ICC નોકઆઉટમાં કોઈ પણ જાતની લડત આપ્યા વિના હારી રહ્યું છે અને આ સૌથી પરેશાનીજનક બાબત છે. એન્ડી રોબર્ટ્સે કહ્યું, 'મને ભારત પાસેથી કોઈ અપેક્ષા નહોતી, હું જાણતો હતો કે તેમની ઈનિંગ્સ આવી રીતે જ બરબાદ થઈ જશે. બંને ઇનિંગ્સમાં બેટિંગ ખરાબ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp