જુઓ મુંબઈની હાર બાદ રોહિત શર્માએ કોના પર ફોડ્યો ઠીકરો
હાલમાં દુનિયાની સૌથી મોંઘી અને મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચાલી રહી છે. ભારતમાં તેને એક ઉત્સવની જેમ જોવામાં આવે છે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયન (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 31મી મેચ રમાઈ હતી, જેને પંજાબ કિંગ્સે 13 રને જીતી હતી. નિરાશાજનક હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા નિરાશ નજરે પડ્યો. આવો તો આ આર્ટિકલમાં જાણીએ કે મુંબઈની હાર બાદ રોહિત શર્માએ શું કહ્યું.
આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી. મુંબઈ ઇન્ડિયન્સ આ મેચ જીતી શકતી હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો. નિરાશાજનક હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ખૂબ દુઃખી નજરે પડ્યો.
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન તેણે કહ્યું કે, ખૂબ નિરાશ છું. કેટલીક ભૂલો થઈ. સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીન સારું રમ્યા. ટીમની ડેથ બોલિંગ પર રોહિત શર્માએ કહ્યું કે, હા થોડી નિરાશા થઈ, અમે મેદાન પર કેટલીક ભૂલો કરી, જે થઈ શકતી હતી, અમે તેના પર વધારે ધ્યાન નહીં આપીએ. બસ પોતાનું માથું ઊંચું રાખો. અમે 3 મેચ જીતી છે અને 3 હારી છે. આ સમયે ખૂબ ઇવન-સ્ટીવન્સ છે. ટૂર્નામેન્ટમાં ખૂબ સમય બચ્યો છે. આપણે નીચે નહીં જોઈ શકીએ અને વસ્તુઓ બાબતે ચિંતા કરવાનું શરૂ કરી દઈએ છીએ.
તેણે આગળ કહ્યું કે, હા અમે આજે ટોપ પર ન આવ્યા. અમે કેટલીક ભૂલો કરી, પરંતુ પાછળ જઈને જોવા માટે કશું જ નથી. (કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવ) એ બંને ખેલાડીઓએ આજે જે પ્રકારની બેટિંગ કરી, તેનાથી ખૂબ ખુશ છું અને તેમણે અમને અંત સુધી રમતમાં બનાવી રાખ્યા. અર્શદીપે અંતિમ ઓવરોમાં જે પ્રકારની બોલિંગ કરી, તેનો શ્રેય જાય છે. રોહિત શર્માએ ઇશારાઓ ઇશારામાં બોલરો પર ઠીકરો ફોડ્યો છે. અર્જૂન તેંદુલકરે સૌથી વધુ 48 રન આપ્યા, જેમાંથી 31 રન તો તેણે એક જ ઓવરમાં આપી દીધા. એ સિવાય મુખ્ય બોલર જોફ્રા અર્ચર, ગ્રીન અને જેસને પણ 40થી વધારે રન ખર્ચ કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp