વર્લ્ડ કપમાં અશ્વિનને સ્થાન મળશે કે નહીં? સ્પિનરે આપ્યો આ જવાબ

વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમમાં અશ્વિનને જગ્યા મળશે કે નહીં, તેને લઇ હજુ પણ ચર્ચા ચાલી રહી છે. ઘણાં દિગ્ગજોનું માનવું છે કે અશ્વિન ટીમનો હિસ્સો રહેશે નહી. કારણ કે ટીમની પાસે ખાસ કરીને નાના ફોર્મેટમાં ઘણાં એવા સ્પિનરો છે જે વનડે અને ટી20માં પ્રભાવ છોડી શકે છે. તો બીજી બાજુ અશ્વિને પોતે તેના સિલેક્શનને લઇ વાત કહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અશ્વિને વર્લ્ડ કપમાં પોતાના સિલેક્શનને લઈ વાત કહી છે.

અશ્વિને કહ્યું કે, મેં ઘણાં સમય પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે હું તે બાબતે વિચારીશ નહીં જે મારા હાથમાં જ નથી. પ્રામાણિકતાથી કહું તો હું મારા જીવન અને પોતાના ક્રિકેટના મામલામાં ઘણી સારી સ્થિતિમાં છું અને હું મારી વિચાર પ્રક્રિયાથી નકારાત્મક વાતોથી દૂર રહેવાની કોશિશ કરું છું.

રિપોર્ટ અનુસાર, એશિયા કપ પછી ભારતીય ટીમનું એલાન વર્લ્ડ કપ માટે થઇ શકે છે. એશિયા કપ માટે ટીમની જાહેરાત 20 ઓગસ્ટના રોજ થઇ શકે છે. દિગ્ગજ સ્પિનર આગળ કહે છે કે, મને લાગે છે કે તમે બે બાબતોને સાથે જોડી રહ્યા છો. ઈંજરીને લઇ મેં નિવૃત્તી વિશે વિચાર્યું નથી... કદાચ એ પણ એક કારણ હતું અને મને વિશ્વાસ નહોતો કે હું તેમાંથી કઇ રીતે બહાર આવીશ. કારણ કે હું મારા શરીરનો વિશેષજ્ઞ નથી. પછી મારા કરિયરને લઇ અમુક અનિશ્ચિતતાઓ હતી અને હું આવું જ વિચારી રહ્યો હતો...નકારાત્મક વિચારવું ઘણું સરળ છે.

ભારતીય ટીમના ઓફ સ્પિનરે પોતાની વાત આગળ રાખતા કહ્યું કે, એક ક્ષણ એવી પણ આવી હતી જ્યારે હું વિચારી રહ્યો હતો કે હું આમાંથી પાછો ફરી શકીશ કે નહીં. આ માત્ર એક વિચાર હતો અને હું માત્ર આના પર સ્પષ્ટીકરણ આપવા માગું છું. પણ હાલમાં મને લાગે છે કે હું ખરેખર સારી બોલિંગ અને બેટિંગ કરી રહ્યો છું. સાથે જ મારી પાસે ખાસ્સો અનુભવ છે. હું એક સમયમાં એક દિવસ લઇ રહ્યો છું.

જણાવીએ કે, એશિયા કપની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થવા જઇ રહી છે. તો વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજથી થશે. ભારતની આ ટૂર્નામેન્ટની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ત્યાર પછી પાકિસ્તાન સામે ભારત મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન સામેની ભારતની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.