26th January selfie contest

પાકિસ્તાનમાં જ રમાશે એશિયા કપ 2023ની મેચ! ટીમ ઈન્ડિયા માટે આ શરત લાગુ થશે

PC: zeenews.india.com

એશિયા કપ 2023ના સ્થળ અને હોસ્ટિંગને લઈને છેલ્લા કેટલાક સમયથી ઘણી મડાગાંઠ ચાલી રહી હતી. પાકિસ્તાન સત્તાવાર રીતે ટુર્નામેન્ટનું આયોજન કરવાનું હતું પરંતુ ભારતે ત્યાં પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં જ આ અંગે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કોઈ ચોક્કસ ઉકેલ મળી શક્યો ન હતો. હવે તાજેતરની માહિતી અનુસાર, મેચના સ્થળ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ તાજા સમાચાર મુજબ, તેની હોસ્ટિંગ પાકિસ્તાન પાસેથી છીનવાશે નહીં અને ટીમ ઈન્ડિયાને પણ પાકિસ્તાન જવું પડશે નહીં.

નવા અપડેટ અનુસાર, ભારતને UAEમાં તેની મેચ રમવાની ઓફર કરવામાં આવી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ આ માહિતી આપી છે. આવી સ્થિતિમાં જો ભારત ફાઇનલમાં પહોંચશે તો ફાઇનલ પણ UAEમાં જ યોજાશે. 4 ફેબ્રુઆરીના રોજ બહેરીનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. અગાઉ ACCએ તેનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેમાં ટૂર્નામેન્ટના યજમાન તરીકે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. કરાચીમાં મીડિયા સાથે વાત કરતા PCBના વડા નજમ સેઠીએ કહ્યું કે આગામી મહિને ICCની બેઠકની બાજુમાં વધુ વાતચીત થશે કારણ કે આ મામલો હજુ ઉકેલાયો નથી.

તેમણે કહ્યું હતું કે ACCની બેઠકમાં શું થયું અને આ અંગે મારે શું કહેવું. કોઈ ઉકેલ મળ્યો નથી. બીજી બાજુ, કેટલાક વિશ્વસનીય સૂત્રોએ હવે જણાવ્યું છે કે, એવી સંભાવના છે કે પાકિસ્તાન ટૂર્નામેન્ટનું આયોજન ચાલુ રાખશે પરંતુ કેટલીક મેચ UAEમાં યોજાશે અને ભારત તેની તમામ મેચો ત્યાં (UAEમાં) રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચશે તો ફાઇનલ પણ ત્યાં જ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાવાનો છે પરંતુ BCCI સેક્રેટરી અને ACC ચીફ જય શાહે ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.

જો સમગ્ર વિવાદની વાત કરીએ તો, ગયા વર્ષે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનને મળી હતી. આ પછી BCCI સેક્રેટરી જય શાહે પાકિસ્તાન જવાની ના પાડી દીધી. ત્યારબાદ વિવાદ વધી ગયો અને PCBના તત્કાલીન અધ્યક્ષ રમીઝ રાજાએ 2023ના ODI વર્લ્ડ કપ માટે ભારત આવવાની ના પાડી દીધી. વિવાદ અહીં જ અટક્યો ન હતો, રમીઝ રાજાની વિદાય અને નજમ સેઠીના આગમન પછી પણ મામલો શાંત થયો ન હતો. બહેરીનમાં આ અંગે એક બેઠક થઈ હતી, પરંતુ તેમાં પણ કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો. આગામી બેઠકમાં સ્થળ અંગે નિર્ણય લેવાનું જણાવાયું હતું. હવે PCBએ ACCને આ ઓફર કરી હોવાની ચર્ચા છે. તે સાંભળવામાં ખૂબ જ સરળ લાગે છે. હવે એ જોવાનું રહેશે કે આગામી ACCની બેઠકમાં BCCI આ અંગે સહમત થાય છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp