આ કેવું આયોજન? ફરી એકવાર ભારત-પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઇ શકે છે
ક્રિક્રેટના ચાહકોને દુખ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજા પણ વરસાદનો ભોગ બને તેવી શક્યતાઓ સામે આવી રહી છે. 10 સપ્ટેમ્બરે કોલંબોમાં ભારે વરસાદ અને તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
એશિયા કપ 2023 વન-ડે મેચમાં આજથી સુપર-4 મેચો શરૂ થઇ ગઇ છે. સુપર-4 સ્ટેજાં 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. દરેક જણ આ મેચની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. 2 સપ્ટેમ્બરે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી તે વરસાદને કારણે રદ કરી દેવામાં આવી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ 10 સપ્ટેમ્બરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદને ભેટ ચઢી શકે છે. આ તારીખે વરસાદ આવવાની સંભાવના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બર, રવિવારે શ્રીલંકાના કોલંબોમાં મેચ રમાવવાની નક્કી થયેલી છે. એક્યૂવેધરના રિપોર્ટ મુજબ મેચના દિવસે કોલંબોમાં વરસાદ પડવાની સંભાવના 70 ટકા છે. ઉપરાંત 10 સપ્ટેમ્બરે આખો દિવસ ઝડપથી પવન ફુંકાવવાની પણ શક્યતા છે.
હવામાનની આગાહી મુજબ ચોંકાવનારી વાત એ પણ છે કે 10 સપ્ટેમ્બરે કોલંબોમાં વરસાદી તોફાન આવવાની 45 ટકા સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉપરાંત રાત્રિના સમયે ભારે વરસાદ અને ઝડપથી પવન ફુંકાવાવાની પણ સંભાવના જાહેર કરવામાં આવી છે. સવારથી માંડીને સાંજ સુધી આકાશમાં કાળા વાળદો છવાયેલા રહેશે.
આ પહેલા એશિયા કપ 2023માં લીગ સ્ટેજ-2માં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 266 રનમાં ઓલ આઉટ કરી નાંખી હતી. પરંતુ પાકિસ્તાન બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરે તે પહેલા જ ભારે વરસાદને કારણે આખરે મેચ રદ જાહેર કરવામાં આવી હતી અને બંને ટીમને ડકવર્થ લૂઇસના નિયમ મુજબ 1-1 પોઇન્ટ આપી દેવામા આવ્યા હતા.
ભારત અને નેપાળ વચ્ચે 4 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં પણ વરસાદનું વિધ્ન નડ્યું હતું. નેપાળે 50 ઓવરાં 230 રન બનાવી દીધા હતા અને જ્યારે ભારતીય ટીમ મેદાન પર ઉતરી તો વરસાદ શરૂ થઇ ગયો હતો અને થોડા સમય પછી મેચમાં સ્કોર રિવાઇ કરીને ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે એક વિકેટના નુકશાન વગર 20.1 ઓવરમાં જ 145 રન બનાવીને 10 વિકેટથી મેચ જીતી લીધી હતી અને ભારત સુપર ઓવરમાં પહોંચી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp