PCBએ એશિયા કપ 2023ના શેડ્યૂલને લઈને કરી મોટી જાહેરાત, અહી થશે પહેલી મેચ

PC: indiacricketschedule.com

એશિયા કપ 2023ને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મીડિયા રીલિઝમાં જાણકારી આપવામાં આવી છે કે એશિયા કપના વર્ષ 2023ના એડિશનના શેડ્યૂલની જાહેરાત આ અઠવાડિયા દરમિયાન કરવાની સંભાવના છે. રીલિઝમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે, પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટની પહેલી મેચ રમાશે. એશિયા કપ 31 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે રમાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, ગયા મહિને, એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાકિસ્તાન અને શ્રીલંકા એશિયા કપની સંયુક્ત મેજબાની કરશે. આ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારત એશિયા કપ માટે પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે. શનિવાર, 15 જુલાઇના રોજ એશિયા કપ 2023ના શેડ્યૂલને અંતિમ રૂપ આપવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ACC અધિકારીઓ વચ્ચે બેઠક થઈ.

આ અઠવાડિયા દરમિયાન એશિયા કપના શેડ્યૂલની જાહેરાત થવાની સંભાવના છે. પહેલી મેચ પાકિસ્તાનમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કાર્યક્રમના મેજબાનના રૂપમાં દુનિયાભરના ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરવા માટે પૂરી રીતે તૈયાર છે. એશિયા કપના આખા કાર્યક્રમને લઈને ICC બોર્ડ, સમિતિની બેઠકો અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં 10 થી 13 જુલાઇ સુધી થયેલી વાર્ષિક કોન્ફરન્સમાં લેવામાં આવ્યો હતો. ICC ટૂર્નામેન્ટો માટે વુમન્સ અને મેન્સ ટીમો માટે સમાન પુરસ્કાર રકમ સહિત ઘણા અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ જકા અશરફ પણ ઉપસ્થિત હતા.

ઉદ્ધઘાટન મેચ પાકિસ્તાનમાં થવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેજબનના રૂપમાં આખી દુનિયાના ક્રિકેટ ફેન્સનું સ્વાગત કરવા ઉત્સુક છે. BCCI અને PCB સહિત બધા હિતધારકોએ એશિયા કપ માટે હાઇબ્રીડ મોડલ સ્વીકારી લીધું હતું, ત્યારબાદ ACCએ જાહેરાત કરી હતી કે, આ ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. એ છતા PCB આ નિર્ણયથી ખુશ નહોતું અને તેણે વધારે મેચોની મેજબાની કરવાની ડિમાન્ડ રાખી હતી.

હવે દુબઈમાં રવિવારે થયેલી ACCની બેઠક બાદ કોકડું ઉકેલાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાન હવે 4 મેચોની મેજબની કરવા પર રાજી થઈ ગયું છે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ એમ 6 ટીમો હિસ્સો લઈ રહી છે. એક ગ્રુપમાં ભારત, નેપાળ અને પાકિસ્તાન છે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે. દરેક ગ્રુપથી 2 ટીમો સુપર-4 સ્ટેજમાં આગળ જશે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ ગત એશિયા કપ પાકિસ્તાનને હરાવીને પોતાના નામે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp