એશિયા કપમાં ભારત માટે કયા ખેલાડી ગેમ ચેન્જર સાબિત થઇ શકે!
ભારતીય ટીમે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા સામે હોમ સીરિઝ રમવાની છે. આ સાથે તેમને પ્રેક્ટિસનો સમય પણ મળશે. એવામાં એશિયા કપ ખાસ રહેશે. જેમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે પણ રમશે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં જ્યાં અમુક ખેલાડીઓએ વાપસી કરી છે તો અમુક ખેલાડીઓને સ્થાન મળ્યું નથી.
વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા આ વખતે એશિયા કપ ટૂર્નામેન્ટ 50 ઓવર ફોર્મેટમાં રમાશે. 2018માં જ્યારે છેલ્લીવાર વનડે ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ રમાઇ હતી તો તેમાં ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટ્રોફી પોતાના નામે કરી હતી. ફરી એકવાર ટીમ ઈન્ડિયા આ કપને જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. એશિયા કપ ટૂર્નામેન્ટ પહેલીવાર હાઈબ્રીડ મોડલ પ્રમાણે રમાશે. જેમાં 4 મેચ પાકિસ્તાનમાં જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરતો જોવા મળ્યો છે. 2008માં પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં રોહિતે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધારે રન કરવાના મામલામાં સચિન પછી બીજા નંબરે રહ્યો છે. રોહિતે 22 મેચોમાં 46.56ના સરેરાશથી 745 રન બનાવ્યા છે. રોહિતના નામે 1 સદી અને 6 હાફ સેન્ચ્યુરી પણ નોંધાયેલી છે.
વર્લ્ડ ક્રિકેટના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં શુમાર વિરાટ કોહલી મોટી ઈવેન્ટ્સમાં રમવાનું વધારે પસંદ કરે છે. એજ કારણે એશિયા કપમાં પણ તેણે સારા રન બનાવ્યા છે. 2010માં પહેલીવાર એશિયા કપમાં રમનાર કોહલીએ 50 ઓવરના ફોર્મેટમાં 11 મેચોમાં 61.30ના સરેરાશથી કુલ 613 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે 3 સદી અને 1 હાફ સેન્ચ્યુરી પણ કરી છે.
પાછલા એક વર્ષમાં ભારતીય ટીમમાં જે ખેલાડીની વાપસીને લઇ સૌથી વધારે ચર્ચા જોવા મળી તે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે. આર્યલેન્ડ સામે ટી20 સીરિઝમાં તે ફિટ જોવા મળ્યો અને સારું બોલિંગ પર્ફોમેંસ આપ્યું. જોકે, એશિયા કપમાં બુમરાહની ફિટનેસની ખરી પરીક્ષા થશે. જોકે, બુમરાહ ટીમ માટે મેચ વિનર બોલર તરીકે રમતો જોવા મળશે. જસપ્રીત બુમરાહે એશિયા કપના વનડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં માત્ર 4 મેચ રમી છે અને તેમાં તેણે 16ના સરેરાશથી 8 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp