એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, પહેલી 2 મેચોમાં નહીં રમે આ ખેલાડી

PC: hindustantimes.com

એશિયા કપ 2023ની શરૂઆતના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો એક સ્ટાર ખેલાડી શરૂઆતી બે મેચોમાં રમશે નહીં. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આ મોટી અપડેટ આપી છે. આ ખેલાડી લાંબા સમયથી ઈંજરીને કારણે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. એશિયા કપથી આ ખેલાડી ભારતીય ટીમમાં વાપસી કરવાનો હતો. પણ હવે ટીમના આ ખેલાડીની ઈંજરીએ ફરી એકવાર ભારતીય ટીમની મુશ્કેલી વધારી દીધી છે.

ભારતીય ટીમને ઝટકો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ એશિયા કપની શરૂઆતી બે મેચોમાં રમશે નહીં. તેને બે મેચોમાંથી બહાર રાખવામાં આવ્યો છે. દિલ્હીમાં થયેલી સિલેક્શન મીટિંગ પછી ચીફ સિલેક્ટર અજીત અગરકરે જણાવેલું કે, લોકેશ રાહુલની ઈંજરી આ વર્ષની શરૂઆતની જ છે. જેથી તે એશિયા કપ 2023ની શરૂઆતી મેચો ચૂકી શકે એવી સંભાવના છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના હેડકોચ રાહુલ દ્રવિડે પણ આ વાતની પુષ્ટિ કરી લીધી છે. લોકેશ રાહુલ જો આખી ટૂર્નામેન્ટમાં બહાર થાય છે તો સંજૂ સેમસનને સિલેક્ટ કરી શકાય છે. સંજૂ સેમસનને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં લેવામાં આવ્યો છે.

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું કે, ભારતના વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલ એશિયા કપ 2023ની પહેલી બે મેચો માટે અવેલેબલ રહેશે નહીં. ભારત પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે કરશે. તો બીજી મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે રમાશે.

BCCIએ રાહુલ દ્રવિડના હવાલાથી ટ્વીટ કરી કે, લોકેશ રાહુલ ખરેખર સારી પ્રગતિ કરી રહ્યો છે. પણ એશિયા કપ માટે હેડકોચ રાહુલ દ્રવિડે ભારતની પહેલી બે મેચો તે અવેલેબલ રહેશે નહીં. દ્રવિડે બેંગલોરના અલુરમાં ભારતના પ્રેક્ટિસ શિવિરના છેલ્લા દિવસ પછી આ નિવેદન આપ્યું છે. દ્રવિડે કહ્યું કે, લોકેશ રાહુલ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા જશે નહીં. હાલમાં તે એનસીએમાં જ રહેશે.

IPLમાં થયેલો ઈજાગ્રસ્ત

IPL 2023માં લોકેશ રાહુલ ટૂર્નામેન્ટની વચ્ચે જ ઈજાગ્રસ્ત થયો હતો. તેને કાફની સર્જરી કરાવવી પડી હતી. લોકેશ રાહુલે ભારતીય ટીમ માટે છેલ્લી મેચ માર્ચ 2023માં રમી હતી. તેણે ટીમ માટે અત્યાર સુધીમાં 54 વનડે મેચોમાં 1986 રન બનાવ્યા છે. 47 ટેસ્ટ મેચોમાં લોકેશ રાહુલે 33.44ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે. તો ટી20માં પણ રાહુલના આંકડા સારા રહ્યા છે. તેણે 72 ટી20 મેચોમાં 2265 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp