સુરેશ રૈનાએ ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે વિતાવેલા દિવસોને કર્યા યાદ, જુઓ શું કહ્યું

ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાએ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સાથે વિતાવેલા દિવસોને યાદ કરતા મોટી પ્રતિક્રિયા આપી છે. સુરેશ રૈનાએ ચેન્નાઇ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીના ખૂબ વખાણ કર્યા છે અને કહ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં એકદમ ફેમિલીવાળો માહોલ રહે છે. સુરેશ રૈનાના જણાવ્યા મુજબ, ચેન્નાઇ સુપર કિંગ્સ એક બાળકની જેમ પ્રેમ કરે છે. સુરેશ રૈનાની જો વાત કરીએ તો તે ઘણા વર્ષો સુધી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનો હિસ્સો રહ્યો હતો.

માત્ર 2 સીઝન સિવાય જેટલા પણ વર્ષ તે રમ્યો, ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો રહ્યો. સુરેશ રૈનાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સૌથી સફળ બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવે છે અને આ ખેલાડીએ લીગમાં ઘણી શાનદાર ઇનિંગ રમી અને સાથે જ ફિલ્ડિંગમાં પણ પોતાનું એક અલગ સ્તર બનાવ્યું. સુરેશ રૈનાના કરિયરની વાત કરીએ તો તે આ લીગમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની લિસ્ટના સામેલ છે. તેના નામે 205 મેચોમાં 136.76ની સ્ટ્રાઇક રેટથી 5,528 રન બનાવ્યા છે.

આ દરમિયાન તેના બેટથી એક સદી અને 39 અડધી સદી પણ નીકળી છે. જિઓ સિનેમા ડિજિટલની વાત કરીએ તો સુરેશ રૈનાએ ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘તમે હંમેશાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે સ્પેશિયલ ફિલ કરો છો. તમને બાળકોની જેમ ત્યાં પ્રેમ કરવામાં આવે છે.’ સુરેશ રૈનાએ ચેન્નાઇ સુપર કિંગ્સને 4 વખત IPLની ટ્રોફી જીતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે એ દરેક સીઝનમાં ટીમનો મહત્ત્વનો હિસ્સો રહેતો હતો. તેણે ઘણી મેચોમાં પોતાની વિસ્ફોટક ઇનિંગના દમ પર ચેન્નાઇ સુપર કિંગ્સને જીતાડી અને આ જ કારણ છે કે આજે પણ સુરેશ રૈનાની લોકપ્રિયતા ઘણી બધી છે અને લોકો તેને ખૂબ પ્રેમ કરે છે.

એવી જ એક કહાની ચેન્નાઇ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે સંભળાવી હતી. સ્કોટ સ્ટાયરિસે જણાવ્યું હતું કે, ચેન્નાઇ સુપર કિંગ્સનો વ્યવહાર ખૂબ સારો હતો. તેના કેટલાક જેસ્ચર તેને દુનિયાની બાકી ફ્રેન્ચાઇઝીઓથી અલગ બનાવે છે. 47 વર્ષીય આ પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી એલ્બી મોર્કેલના પિતા પણ ક્યારેય ભારત આવ્યા નહોતા. તો ચેન્નાઇ સુપર કિંગ્સે તેને બિઝનેસ ક્લાસથી અહીં બોલાવ્યા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.