કમિંસના નિર્ણયે યાદ અપાવ્યો સચિન-દ્રવિડ વિવાદ, ખ્વાજા 195 પર નોટઆઉટ હતો ત્યારે..

PC: crictoday.com

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ સિડનીમાં રમવામાં આવી રહી છે. વરસાદે મેચની મજા બગાડી નાંખી હતી. વરસાદના કારણે મેચ પહેલા બે દિવસ મોડેથી શરૂ થઈ, તેમજ ત્રણ દિવસ એક પણ બોલ ફેંકી ના શકાઈ. મેચના ચોથા દિવસે તમામની નજર ઉસ્માન ખ્વાજા પર હતી કારણ કે, ઉસ્માન 195 રન પર રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે મેચના ચોથા દિવસે પણ પોતાની ઈનિંગને ડિક્લેર કરી ન હતી. તમામને આશા હતી કે પોતાની બીજી સદીથી પાંચ રન દૂર ઉસ્માન ખ્વાજા બેટિંગ કરવા માટે આવશે પછી ઈનિંગને ડિક્લેર કરવામાં આવશે પરંતુ, એવુ ના થયુ અને ટીમના કેપ્ટન પેટ કમિંસે ઈનિંગ ડિક્લેર કરીને તમામને ચોંકાવી દીધા હતા. મેદાનમાં બેઠેલી દરેક વ્યક્તિ વિચારી રહી હતી કે કમિંસે આવુ શા માટે કર્યું.

મેચના બીજા દિવસે જ ટીમના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ 195 અને ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 475 રન બનાવી દીધા હતા. મેચનો ત્રીજો દિવસ વરસાદના કારણે બરબાદ થઈ ગયો, આથી દરેકને લાગ્યું કે ચોથા દિવસે ખ્વાજા જે પોતાના પહેલા ઈતિહાસ રચવાથી 5 રન દૂર હતો, તે પોતાની પહેલી ડબલ સેન્ચ્યુરી બનાવશે. ત્યારબાદ જ પેટ કમિંસ ઈનિંગ ડિક્લેર કરશે. ચોથા દિવસે પણ વરસાદના કારણે મેચ મોડેથી શરૂ થઈ પરંતુ, ટીમના કેપ્ટને ઈનિંગને ડિક્લેર જાહેર કરી દીધી. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એ પળોને જીવિત કરી દીધા જ્યારે ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે સચિન સાથે પણ આવુ જ કંઈક કર્યું હતું.

વર્ષ 2004માં પણ કંઈક એવુ જ જોવા મળ્યું હતું જ્યારે ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે એક ટેસ્ટ મેચ દરમિયાન ઈનિંગને ડિક્લેર કરી દીધી હતી. આ મેચમાં પણ કેટલીક એવી ઘટના બની હતી, જેને આજે પણ યાદ કરવામાં આવે છે. વર્ષ 2004માં જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક ટેસ્ટ મેચ રમવામાં આવી રહી હતી. તે મેચમાં ભારત મહાન બેટ્સમેન સચિન તેંદુલકર 194 રન બનાવીને રમી રહ્યો હતો. એ જ સમયે ભારતના કેપ્ટન રાહુલે ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી.

આ ઘટનાને લઈને આજે પણ રાહુલ દ્રવિડની ટીકાઓ કરવામાં આવે છે. રાહુલના આ નિર્ણયથી સચિન પોતાની ડબલ સેન્ચ્યુરીથી માત્ર 6 રન દૂર રહી ગયો હતો. રાહુલની જેમ કમિંસના આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. જોકે, આ સમગ્ર ઘટના પર સચિનની જેમ ખ્વાજા પણ હજુ સુધી કંઈ નથી બોલ્યો. પરંતુ, ત્રીજા દિવસ બાદ તેણે કહ્યું હતું કે, જો પેટ કમિંસ મારી 195* રન પર ઈનિંગને ડિક્લેર કરે તો તે માટે માટે ખૂબ જ મુશ્કેલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp