ટેસ્ટ સીરિઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાને હારનો ડર, ભારત પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

PC: hindustantimes.com

ટીમ ઈન્ડિયાએ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. પરંતુ, આ સીરિઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ માઈન્ડગેમ રમવાની શરૂ કરી દીધી છે. પૂર્વ ક્રિકેટર ઈયાન હિલીએ પ્રેક્ટિસ પિચ અને સીરિઝની પિચોને લઈને નિવેદન આપ્યું છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ આગામી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને અત્યારથી જ બંને ટીમો વચ્ચે જુબાની જંગ શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રેકિટર ઈયાન હિલીએ કહ્યું છે કે, ભારતે વિશ્વાસઘાત કર્યો છે.

ઈયાન હિલીએ કહ્યું કે, અમને આશા નથી કે સીરિઝ પહેલા ભારતમાં પ્રેક્ટિસ માટે એવી પિચો આપવામાં આવશે, જે મેચ દરમિયાન હશે. પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઉસ્માન ખ્વાજાએ હાલમાં જ ભારત પ્રવાસને લઈને નિવેદન આપ્યું હતું. ઉસ્માન ખ્વાજાને પૂછવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમ ભારત વિરુદ્ધ સીરિઝ પહેલા કોઈ પ્રેક્ટિસ મેચ શા માટે નથી રમી રહી. જેના પર ઉસ્માને કહ્યું હતું કે, તેનો કોઈ ફાયદો નથી કારણ કે, મેચ પિચ અને પ્રેક્ટિસ પિચમાં ખૂબ જ અંતર મળી રહ્યું રહ્યું છે, એવામાં પ્રેક્ટિસનો શો ફાયદો.

ઈયાન હિલીએ આ નિવેદનનું સમર્થન કર્યું અને કહ્યું કે અમે સિડનીમાં સ્પિન ટ્રેક તૈયાર કર્યો છે જેથી, ભારત પ્રવાસની તૈયારી કરી શકાય. અમને વિશ્વાસ નથી કે જેવી પ્રેક્ટિસ પિચ અમે માંગી છે, તે અમને ત્યાં મળી શકશે. તેણે કહ્યું કે, તે એ વાતનું જરા પણ સમર્થન નથી કરતો કે સીરિઝ અને પ્રેક્ટિસ પિચ પર અલગ પ્રકારની પિચ તૈયાર કરવામાં આવે. બે ક્રિકેટ દેશોની વચ્ચે આ પ્રકારનો અવિશ્વાસ હોવો ખૂબ જ ચિંતાનો વિષય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટની સીરિઝ શરૂ થઈ રહી છે. આ ચાર મેચ રમાનારી છેલ્લી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી હશે. ટીમ ઈન્ડિયાને તેના ઘરમાં હરાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, આ જ કારણ છે કે આસ્ટ્રેલિયા 2004-05થી અત્યારસુધી કોઈપણ ટેસ્ટ સીરિઝ ભારતમાં નથી જીતી શક્યું.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝ

  • પહેલી ટેસ્ટ- 9થી 13 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી ટેસ્ટ- 17થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
  • ત્રીજી ટેસ્ટ- 1થી 5 માર્ચ, ધર્મશાળા
  • ચોથી ટેસ્ટ- 9થી 13 માર્ચ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp