26th January selfie contest

ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર સીરિઝ માટે કરી ટીમની જાહેરાત, આ 4 સ્પિનર સાથે તૈયાર

PC: insidersport.in

આસ્ટ્રેલિયાએ આગામી મહિનાથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સીઝનના ફાઈનલની નજીક પહોંચી ચૂકેલી ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ બોર્ડર-ગાવાસ્કર સીરિઝ માટે સ્પીનરોની ફોજ પસંદ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 22 વર્ષના સ્પીનર ટોડ મર્ફીને ટીમમાં સામેલ કર્યો છે. જેને પહેલી વખત પસંદ કરવામાં આવ્યો છે. આ ટીમમાં મિશેલ સ્ટાર્ક અને કેમરન ગ્રીને પણ જગ્યા મળી છે. પરંતુ બંનેના શરૂઆતી મેચમાં સામેલ થવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા મર્ફીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે નાથન લિયોનની આગેવાનીવાળા સ્પીન વિભાગમાં એશ્ટન એગર અને મિચેલ સ્વેપસનનો સાથ આપશે. એડમ જમ્પા આ ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાના મુખ્ય સિલેક્ટર જ્યોર્જ બેલીનું કહેવું છે કે મર્ફીની પસંદગી શેફીલ્ડ શીલ્ડમાં તેની મજબૂત શરૂઆત અને ઓસ્ટ્રેલિયા એ અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન માટે તેના પ્રયાસોનું ઈનામ છે.

તેમણે કહ્યું હતું કે, ટોડ મર્ફીએ સ્થાનિક ક્રિકેટમાં અને હાલમાં જ ઓસ્ટ્રેલિયા એની સાથે સારું પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનો સાથે ટોડ એક મજબૂત સ્પીન વિકલ્પના રૂપમાં ઉભર્યો છે. આ સ્ક્વોડમાં સામેલ થવા પર તેણે ભારતમાં નાથન લિયોન અને સહાયક કોચ ડેનિયલ વિટોરીની સાથે સમય વીતાવવાની તક મળશે, જે તેના વિકાસ માટે જરૂરી છે. અનકેપ્ટ લાન્સ મોરિસ ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટૂર પછી પોતાનું સ્થાન બરકરાર રાખવામાં સફળ થયો છે. તે ભારત વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરી શકે છે કારણ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે ઝડપી બોલર મિશેચ સ્ટાર્ક આંગળીમાં ઈજા થવાના લીધે પહેલી મેચ સુધી ફીટ થઈ શકે તેમ નથી.

ઓસ્ટ્રેલિયા તેની ભારતની મુલાકાત દરમિયાન 9 ફેબ્રુઆરીના પહેલી મેચ, 17-21 ફેબ્રુઆરીના બીજી ટેસ્ટ મેચ, 1 થી 5 માર્ચ ત્રીજી મેચ, 9-13 માર્ચ ચોથી ટેસ્ટ મેચ રમશે, જ્યારે 17,19 અને 22 માર્ચના રોજ ત્રણ વનડે મેચની સીરિઝ રમશે.

ભારત માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેન્ટ કમિંસ(કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, પીટર હેંડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશા, સ્ટીવ સ્મિથ(વાઈસ કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન અને ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp