આવેશ ખાન સામે વિદર્ભ ઘૂંટણીએ, 7 વિકેટ લઇ રણજીમાં મચાવી તબાહી

PC: cricketaddictor.com

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર આવેશ ખાન ટીમથી બહાર ચાલી રહ્યો છે. છેલ્લી વખત તેણે ગયા વર્ષે એશિયા કપ 2022માં ભારતીય ટીમ માટે રમ્યો હતો. ટીમ મેનેજમેન્ટ તેના પર ભરોસો દેખાડતો વ્યક્ત કરતું નજરે પડી રહ્યું નથી. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ વર્સિસ વિદર્ભ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં આવેશ ખાન શાનદાર બોલિંગ કરતા વિદર્ભ વિરુદ્ધ 7 વિકેટ લઇને હાહાકાર મચાવી દીધો છે.

રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ અને વિદર્ભ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં વિદર્ભના બેટ્સમેન મધ્ય પ્રદેશના બોલરો સામે પૂરી રીતે લાચાર નજરે પડ્યા. ખાસ કરીને આવેશ ખાને પોતાની બોલિંગના દમ પર વિદર્ભના બેટ્સમેનો પર દબાવ બનાવી રાખ્યો હતો. આવેશ ખાને આ મેચની પહેલી ઇનિંગમાં 22 ઓવરોમાં માત્ર 38 રન આપીને 7 વિકેટ પોતાના નામે કરી હતી. 31મી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહેલા આવેશ ખાને છઠ્ઠી વખત 5 કે તેનાથી વધુ વિકેટ લીધી છે. ઘરેલુ ક્રિકેટમાં આવેશ ખાને 250 વિકેટ પૂરી કરી લીધી છે.

આ મેચમાં વિદર્ભે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મધ્ય પ્રદેશની ટીમે પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 10 વિકેટ ગુમાવીને 309 રન બનાવ્યા હતા. જેમાં રજત પાટીદારે 121 રનોની ઇનિંગ રમીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે સારાંશ જૈને 61 રનોનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તો પહેલી ઇનિંગમાં વિદર્ભની ટીમ શરૂઆતમાં ખૂબ ફસેલી નજરે પડી. કેપ્ટન અને ઓપનર બેટ્સમેન ફૈઝ ફૈઝલ 8 રન બનાવીને આવેશ ખાનનો શિકાર થઇ ગયો.

જ્યારે તેનો જોડીદાર સંજય રઘુનાથ 53 રન બનાવીને નોટઆઉટ પીચ પર ઉપસ્થિત છે. બીજા દિવસની રમત પૂરી થવા સુધી 7 વિકેટના નુકસના પર 145 રન બનાવી લીધા હતા. તો ત્રીજા દિવસે વિદર્ભની ટીમ 160 પર ઓલઆઉટ થઇ ગઇ. આવેશ ખાનનું ભારતીય ટીમ માટે પ્રદર્શન સારું રહ્યું નહોતું. તેણે વન-ડે ફોર્મેટમાં 5 મેચોમાં કુલ 3 વિકેટ લીધી. તેણે 15 T20 ઇન્ટરનેશનલ મેચોમાં કુલ 13 વિકેટ લીધી. T20 ઇન્ટરનેશનલમાં તેનું બેસ્ટ પ્રદર્શન 18 રન આપીને 4 વિકેટ છે, જે તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રાજકોટમાં જૂન 2022માં લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ મેચ પહેલા સુધી તેના નામે 115 વિકેટ છે. તો IPLમાં તેના નામે 38 મેચમાં 47 વિકેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp