હૈદરાબાદના સ્ટેડિયમમાં મેચ બાદ પ્રેક્ષકોએ બાબર આઝમના નારા લગાવ્યા, જુઓ Video

PC: windows.net

વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. પહેલી મેચ અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. આ પહેલા ટૂર્નામેન્ટની વોર્મઅપ મેચો પણ રમાઇ ચૂકી છે. જોકે ભારતની બંને મેચોમાં વરસાદે ખલેલ પહોંચાડતા તે રદ્દ થઇ હતી. પણ પાકિસ્તાનને તેની બંને પ્રેક્ટિસ મેચો રમી. જોકે, આ બંને મેચોમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ન્યૂઝીલેન્ડ અને મંગળવારે ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનને માત આપી. કંગારૂઓ સામે મળેલી હાર પછી પાકિસ્તાની ખેલાડીઓ સામે એવું બન્યું કે જે તેમના માટે ચોંકાવનારું રહ્યું.

પાકિસ્તાનની ટીમ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી હતી. મેચ ખતમ થયા પછી સ્ટેડિયમમાં બાબર-બાબર ના નારા લાગ્યા. જણાવીએ કે, બાબર આઝમ પહેલીવાર ભારત આવ્યો છે પણ તેને અહીં પ્રેમ મળી રહ્યો છે. બાબર અને તેમની ટીમને વિશ્વાસ ન થયો કે ભારતમાં તેમના ચાહકો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબરને મળી રહેલા પ્રેમનો એક વીડિયો પણ શેર કર્યો છે.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હૈદરાબાદથી અમદાવાદ પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં દરેક 10 ટીમોના કેપ્ટનોની મુલાકાતનો કાર્યક્રમ છે. દરેક ICC ઈવેન્ટ પહેલા આ પ્રોગ્રામ થાય છે. બાબર આઝમને સ્પેશ્યિલ પ્લેન દ્વારા હૈદરાબાદથી અમદાવાદ લઇ જવામાં આવ્યો. અમદાવાદમાં પણ તેનું સારું સ્વાગત થયું. ત્યાર પછી તેની મુલાકાત ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે પણ થઇ.

આ પ્રોગ્રામમાં બાબર આઝમે કહ્યું કે, ભારત આવીને તેને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું પાછલા એક અઠવાડિયાથી ભારતમાં છું અને મને એવું નથી લાગી રહ્યું કે હું પારકા દેશમાં છું. અમે એવું વિચારેલું કે હિંદુસ્તાનમાં અમે એકલા રહીશું. પણ એરપોર્ટથી લઇને હોટલ સુધી અમને ખૂબ પ્રેમ મળ્યો. અમને આશા છે કે આવો જ સમર્થન તેમને મળતો રહેશે. બાકી હૈદરાબાદથી બિરયાની ખાધી અને મને ઘણી પસંદ આવી. બાબરે કહ્યું કે, તેમની ટીમ તૈયાર છે. અમે બધા ખેલાડીઓ એક-બીજા સાથે ઘણાં સમયથી રમી રહ્યા છે.

6 ઓક્ટોબરે પહેલી મેચ

પાકિસ્તાન તેના વર્લ્ડ કપ અભિયાનની પહેલી મેચ 6 ઓક્ટોબરના રોજ રમશે. પાકિસ્તાનની પહેલી મેચ હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામે છે. ત્યાર પછી પાકિસ્તાન 10 ઓક્ટોબરના રોજ શ્રીલંકા સામે રમશે. આ મેચ પણ હૈદરાબાદમાં જ રમાશે. પાકિસ્તાનની સૌથી મોટી અને પ્રેશરવાળી મેચ 14 ઓક્ટોબરના રોજ ભારત સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp