બાબર આઝમ ઈતિહાસ ભૂલી ગયો, રોમાંચક મેચ પહેલા T20 વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી

PC: aajtak.in

ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ સામેની મોટી મેચ પહેલા પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે એક એવું નિવેદન આપ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. વર્લ્ડ કપમાં 0-7નો શરમજનક રેકોર્ડ ધરાવતી ટીમના કેપ્ટને T20 વર્લ્ડ કપની મેચની યાદ અપાવી છે.

બાબર આઝમે ODI વર્લ્ડ કપ 2023 અંતર્ગત ભારતીય ટીમ સામેની રોમાંચક મેચ પહેલા એક મોટું નિવેદન આપ્યું છે. આવતીકાલે 14મી ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે T20 વર્લ્ડ કપ 2021માં જીત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ભારતને હરાવી શકીએ છીએ. અમે આ 2021માં કર્યું છે.

તેણે કહ્યું, મહત્વની વાત એ છે કે, અમે બેટિંગ અને બોલિંગ બંનેમાં એક ટીમ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ છીએ. આ સ્થિતિમાં બોલરો માટે ભૂલ કરવાની સંભાવના ઓછામાં ઓછી છે. અનુભવ તમને વધુ સારી રીતે રમવામાં મદદ કરે છે..., મેચ કરતાં મેચની ટિકિટ પર વધુ દબાણ હોય છે. 2021માં અમે T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. મને લાગે છે કે, અમે અહીં પણ એવું જ કરી શકીએ છીએ.

અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર બાબરે કહ્યું, મેં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વધારે રન નથી બનાવ્યા અને મને આશા છે કે તેમાં બદલાવ આવશે. જો તમારે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવું હોય તો તમારે સારી ફિલ્ડિંગ કરાવી પડશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. બાબર આઝમે કહ્યું, મને લાગે છે કે ભૂતકાળમાં શું થયું તે મહત્વનું નથી. અમે વર્તમાનમાં જીવવા માંગીએ છીએ. મને લાગે છે કે અમે સારું કરી શકીએ છીએ. ભારત-પાકિસ્તાન મેચ જોરદાર છે... ઘણા ચાહકો આવી રહ્યા છે.

તેણે કહ્યું, મને લાગે છે કે, અમારી પાસે ચાહકોની સામે સારું પ્રદર્શન કરવાની તક છે. અમે તે પ્રમાણે પ્લાનિંગ કરીશું, કારણ કે પ્રથમ 10 ઓવરમાં વિકેટ અલગ હોય છે અને 10 ઓવર પછી તે અલગ હોય છે. અમે નસીમ શાહને મિસ કરીશું. શાહીન અમારો શ્રેષ્ઠ બોલર છે. અમે તેનામાં વિશ્વાસ કરીએ છીએ અને તે પોતાની જાતમાં વિશ્વાસ રાખે છે..., આ મેચ અમારા માટે દબાણ બનાવનારી મેચ નથી. અમે ઘણી વખત એકબીજા સાથે રમ્યા છીએ. હૈદરાબાદમાં અમને ઘણું સમર્થન મળ્યું અને અમે અમદાવાદ માટે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp