બાબર આઝમે સદી ફટકારતા જ તોડ્યો રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ

PC: icc-cricket.com

પાકિસ્તાની ટીમ હાલના સમયે ન્યુઝીલેન્ડની સામે કરાચીમાં ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે તોફાની સદી ફટકારી અને તેણે ઘણા રેકોર્ડ પોતાના નામ પર દર્જ કરી દીધા. જ્યારે, પોતાની સદીના આધારે તેણે ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, જેમાં મહાન કેપ્ટન રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી સામેલ છે.

રિકી પોન્ટિંગને છોડ્યો પાછળ

ન્યુઝીલેન્ડની સામે 50થી વધુ રન બનાવતા જ બાબર આઝમ એક કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. બાબરનો આ વર્ષે આ 25મો 50થી વધુ સ્કોર હતો. ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગે વર્ષ 2005મા કેપ્ટન તરીકે 24 અડધી સદી ફટકારી હતી. આ મામલામાં ત્રીજા નંબર પર પાકિસ્તાનનો કેપ્ટન મિસ્બાહ ઉલ હક છે. તેણે વર્ષ 2013મા 22 વાર 50થી વધુ સ્કોર કર્યો હતો.

ચોથા નંબર પર ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે, જેણે વર્ષ 2017 અને 2019 બંને વર્ષમાં 21-21 અડધી સદી ફટકારી હતી.

બાબર આઝમે કરી કમાલ

ન્યૂઝીલેન્ડની સામે બાબર આઝમે તોફાની ઇનિંગ રમતા નૉટઆઉટ 161 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની આ નવમી સદી છે. તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટ જોડીને એક કેલેન્ડર વર્ષમાં બાબર સૌથી વધુ રન બનાવનાર પાકિસ્તાની ખેલાડી બની ગયો છે. બાબર આઝમે વર્ષ 2022મા 2584 રન બનાવ્યા છે.

તેના પહેલા પાકિસ્તાન માટે યુસુફે વર્ષ 2006મા 33 મેચમાં 2435 રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાન પર સઈદ અનવર છે, જેમણે 1996મા 43 મેચમાં 2296 રન બનાવ્યા હતા.

વર્ષ 2022મા સૌથી વધુ રન બનાવ્યા

બાબર આઝમ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. આ વર્ષે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 9 મેચમાં 1170 રન બનાવ્યા છે. તેના સિવાય આ વર્ષે જો રૂટ, જોની બેરસ્ટો અને ઉસ્માન ખ્વાજાએ જ 1000થી વધુ રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp