IPLમાં રમવાનો કોઈ ફાયદો થતો નથી, બાબર આઝમે બતાવ્યું ગજબ કારણ

PC: mensxp.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. માત્ર ભારત જ નહીં આખી દુનિયાના ખેલાડીઓને તેનાથી ફાયદો મળ્યો છે. પૈસા હોય કે અવસર, ખેલાડીઓને આ લીગમાં બંને વસ્તુ મળે છે અને આ કારણે મોટા ભાગના ખેલાડીઓની પસંદગીની લીગ છે, પરંતુ પાકિસ્તાની ખેલાડીઓની એવી સ્થિતિ નથી. તેમણે ઘણી વખત તેને લઈને જેલસી ભરેલા નિવેદન આપ્યા છે, જેમાં નવું નામ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું જોડાઈ ગયું છે. બાબર આઝમે IPLને લઈને હેરાનીભર્યું નિવેદન આપ્યું છે.

બાબર આઝમ હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) રમી રહ્યો છે, જ્યાં તે પેશાવર જાલ્મીની કેપ્ટન્સી કરે છે. આ ટીમના પૉડકાસ્ટમાં બાબરે આઝમે બિગ બેશ લીગ (BBL)ને IPLથી સારી ગણાવી છે. તેનું કહેવું છે કે IPLથી ખેલાડીઓને કોઈ ફાયદો થતો નથી. મજાની વાત એ છે કે, બાબર આઝમ પોતે ક્યારેય બિગ બેશ લીગ રમ્યો નથી, છતા આ તેની પસંદગીની લીગ છે. IPL વિરુદ્ધ ઝેર ઓકતા બાબર આઝમે કહ્યું કે, મને IPLથી વધુ બિગ બેશ લીગ પસંદ છે. IPLમાં એશિયન કન્ડિશન જ મળે છે, પરંતુ બિગ બેશ લીગમાં પીચ અલગ હોય છે.

તે આગળ બોલ્યો-ખૂબ તેજીથી હોય છે, જ્યાં રમવાથી ઘણું શીખવાનું મળે છે. બાબર આઝમનું આ નિવેદન ભારતીય ફેન્સને પસંદ આવ્યું નથી અને તેમણે ખૂબ ખરું ખોટું સંભળાવી દીધું છે. તેમણે બાબર આઝમને ટ્રોલ કરતા કહ્યું કે, પાકિસ્તાની ખેલાડી IPL રમવા માટે મરે છે. પાકિસ્તાની ખેલાડી IPLમાં નહીં રમી શકે, વર્ષ 2008ની સીઝનમાં પહેલી વખત અને છેલ્લી વખત પાકિસ્તાની ખેલાડીઓને આ લીગમાં હિસ્સો લેવાનો ચાંસ મળ્યો હતો, પરંતુ રાજનીતિક સંબંધોમાં તણાવ આવવાના કારણે પાકિસ્તાનને IPLમાં બેન કરી દેવામાં આવ્યું. ત્યારબાદ જ રહી રહીને પાકિસ્તાની ખેલાડી IPL પર નિશાનો સાધતા રહે છે, માત્ર ખેલાડી જ નહીં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ એમ જ કરે છે.

બાબર આઝમે જ્યારથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે, પાકિસ્તાની ટીમ ભારતમાં બેન છે એટલે કે તે ભારતમાં આવીને ક્યારેય ક્રિકેટ રમ્યો નથી. એવામાં તે ભારતીય પીચની કન્ડિશનને કઈ રીતે જાણે છે, એ પોતાની જાતમાં મોટો સવાલ છે. બાબરે પહેલા તો PSLની કન્ડિશન અને પોતાના દેશ બાબતે વિચારવું જોઈએ. જ્યાં સ્થિતિઓ વિકરાળ થઈ રહી છે. PSLમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. બાબરનું આ નિવેદન બતાવે છે કે IPL ન રમી શકવાનો ગુસ્સો તે આ પ્રકારે નિવેદન આપીને કાઢી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp