જુઓ ભારત સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કોના પર ફોડ્યો હારનો ઠીકરો

PC: twitter.com/ICC

વન-ડે વર્લ્ડ કપની મેચમાં બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમને ભારતીય ટીમ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. 14 ઓક્ટોબર (શનિવારના રોજ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 42.5 ઓવરોમાં 191 રનો પર જ સમેટાઇ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો. વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે. હવે ભારતીય ટીમ 19 ઓક્ટોબરના રોજ પૂણેમાં બાંગ્લાદેશી ટીમનો સામનો કરશે.

ભારત વિરુદ્ધની આ મેચમાં પાકિસ્તાને એક સમયે 2 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ આખી ટીમ ટ્રેક પરથી ઉતરી ગઈ. પાકિસ્તાની ટીમે અંતિમ 8 વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી અને મેચ તેના હાથમાંથી નીકળી ગઈ. હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું દર્દ છલકાય પડ્યું. બાબર આઝમે હાર માટે બેટ્સમેનો અને બોલરો પર ઠીકરો ફોડ્યો. બાબર આઝમે કહ્યું કે, અમે સારી શરૂઆત કરી અને સારી પાર્ટનરશિપ થઈ. હું અને રિઝવાન નેચરલ રમવા માગતા હતા. અચાનક કોલેપ્સ થઈ ગયો અને અમે સારી રીતે ફિનિશ ન કરી શક્યા.

તેણે કહ્યું કે, જે પ્રકારે અમે શરૂઆત કરી, અમે 280-290નો ટારગેટ રાખવા માગતા હતા. નવા બૉલથી અમે આશા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. રોહિત શર્મા જે પ્રકારે રમ્યો તે ખૂબ જ શાનદાર ઇનિંગ હતી. અમે માત્ર વિકેટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમ ન થઈ શક્યું. તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, આજે પણ બોલર જ હતા જેમણે અમારા માટે ગેમ બનાવી. મને નથી લાગતું કે આ 190ની પીચ હતી. એક સમયે અમે 280 તરફ જોઈ રહ્યા હતા, જે પ્રકારે બોલરોએ ધૈર્ય દેખાડ્યું, તે ઘણું બધુ કહે છે. આ એવી વસ્તુ છે જેના પર અમને ગર્વ છે, જેને પણ બૉલ મળે છે, તે પોતાની ભૂમિકા નિભાવે છે.

રોહિતે આગળ કહ્યું કે, અમારી પાસે 6 ખેલાડી છે જે બૉલથી મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. એક કેપ્ટનના રૂપમાં મારું કામ ત્યાં પણ મહત્વપૂર્ણ છે. અમે એ વાતને લઈને સ્પષ્ટ હતા કે અમે શું કરવા માગીએ છીએ. અમે એ વાતને લઈને દુવિધામાં રહેવા માગતા નહોતા કે કોણ ક્યાં બેટિંગ કરશે. કુલ મળીને સારું લાગી રહ્યું છે. હું વધારે ઉત્સાહિત થવા માગતો નથી. આ એક લાંબુ ટૂર્નામેન્ટ છે, 9 લીગ મેચ, પછી સેમીફાઇનલ. બસ સંતુલન બનાવીને આગળ વધવાનું છે. કોઈ પણ વિપક્ષી ટીમ તમને હરાવી શકે છે. અમારે આ વિશેષ દિવસ પર સારું કરવું પડશે. ભૂતકાળ અને ભવિષ્ય કોઈ મહત્ત્વ રાખતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp