બાબર આઝમે જણાવ્યું પાકિસ્તાનની ટીમના ખેલાડીઓએ કંઈ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે

PC: ndtv.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે સ્વીકાર કર્યો છે કે ટીમના ખેલાડીઓ સાથે ફિટનેસની સમસ્યા છે. તેણે કહ્યું છે કે ખેલાડીઓએ ફિટનેસ પર ભવિષ્યમાં ઉચિત ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ બાબર આઝમે કોઈ ખેલાડીઓનું નામ લીધું નથી કારણ કે તે નથી ઈચ્છતા કે કોઈ ખેલાડી શર્મિંદા થાય પરંચુ સમજવું પડશે કે ફિટનેસ જરૂરી છે.

28 વર્ષીય ક્રિકેટરની આ કોમેન્ટ તેની ટીમના નિરાશાજનક સ્થાનિક સત્ર પછી આવી છે, જ્યાં તે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારી ગયા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પાકિસ્તાનનો 3-0થી સફાયો થઈ ગયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમની બંને ટેસ્ટ મેચ ડ્રોના રૂપમાં સમાપ્ત થી હતી. તેના પછી રમવામાં આવેલી ત્રણ વનડે મેચની સીરિઝમાં પણ પાકિસ્તાન 1-2થી હારી ગયું હતું.

બાબર આઝમનું માનવું છે કે ટીમના ખરાબ પ્રદર્શન પાછળ ખરાબ ફિટનેસ સ્તરને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. તેણે ક્રિકવિક સાથે વાત કરતા કહ્યું હતું કે, ફિટનેસ ઘણી મોટી ભૂમિકા નિભાવે છે- જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે ફિટ નથી હોતા ત્યાં સુધી બધા ફોર્મેટમાં રમી નથી શકતા. હું નથી કહી રહ્યો કે હું તેના માટે કોઈને દોષ આપું છું પરંતુ ભવિષ્યમાં આ અંગે ઉચિત ધ્યાન આપવાની જરૂર છે.

પાકિસ્તાન પોતાની જમીન પર એક પણ સીરિઝ જીતવામાં સફળ રહ્યું નથી જેના કારણે એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બાબર આઝમ એક કરતા વધારે ફોર્મેટમાં પોતાની કેપ્ટન્સી ગુમાવી શકે છે. જોકે આ અટકળોને કોઈ અંતિમ રૂપ મળ્યું નથી. પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કથિત રીતે સ્પિલ્ટ કેપ્ટન્સી મોડલને અપનાવવા માટે ઈચ્છુક છે. પાકિસ્તાનની આ હાર પાછળ પીસીબી પર આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સેટલ થઈ શકી નથી.

ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ઘણા બદલાવ થયા હતા, જેમાં રમીઝ રાઝાની જગ્યાએ નઝમ શેઠીએ લીધી હતી. જ્યારે સિલેક્ટર્સની સમિતિના પ્રમુખ શાહિદ આફ્રિદી બન્યો હતો. પાકિસ્તાનની ટીમના મુખ્ય કોચ પૂર્વ દિગ્ગજ સ્પિનર સકલેન મુશ્તાક છે. જ્યારે મોહમ્મદ યુસુફ બેટિંગનો છે પરંતુ લાહોરમાં સેઠીએ કહ્યું, પૂર્વ ખેલાડીઓને કામ પર રાખવામાં આવશે, અમે તેની દેખભાળ કરશું અને તેમને નોકરી આપશું પરંતુ તે ટીમને કોચિંગ નહીં આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp