આ કોઈ રીત નથી, રિપોર્ટરના બૂમ પાડવા પર બાબર આઝમે આપ્યું ખતરનાક રિએક્શન
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. પાકિસ્તાન ટીમે મેચનૈ રિઝલ્ટ માટે ઘણી કોશિશ કરી પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. પાકિસ્તાને પાંચમાં દિવસના ત્રીજા સેશનમાં ન્યુઝીલેન્ડને 137 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મહેમાન ટીમે 1 વિકેટ પર 61 રન બનાવી લીધા હતા પરંતુ ખરાબ લાઈટીંગના કારણે આગળની રમત રમાઈ ન હતી અને મેચ ડ્રો થઈ હતી. મેચ પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા.
બાબરે એક તરફ પત્રકરોના સવાલ પર સહજ થઈને જવાબ આપ્યો તો બીજી તરફ તેણે એક રિપોર્ટરને ખતરનાક રિએક્શન આપ્યું હતું. તેના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અસલમાં બાબર જ્યારે પ્રેસ રૂમથી જવાનો હતો તો રિપોર્ટરે બૂમ પાડી કે આ કોઈ રીત નથી. અહીં સવાલ માટે તમને ઈશારા કરી રહ્યા છીએ અને તમે જઈ રહ્યા છો. જેના પછી બાબરે કોઈ જવાબ આપ્યો નહીં અને રિપોર્ટરને થોડા સમય સુધી ઘુરીને જોયા કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બાબરે આ રિએક્શન એટલા માટે આપ્યો કારણ કે આ રિપોર્ટરે થોડા દિવસો પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં અસહજ કરનારો સવાલ પૂછ્યો હતો.
babar made sure shoaib jutt realizes he's heard and ignored. pic.twitter.com/uR9SU2M8Zh
— کشف (@kashafudduja_) December 30, 2022
મતલબ છે કે બાબરના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમ માટે ટેસ્ટનું વર્ષ 2022 માટે સારું થયું ન હતું. પાકિસ્તાનના સ્થાનિક જમીન પર સાત ટેસ્ટ રમી અને એક પણ મેચ જીતી નથી. પાકિસ્તાનને ચાર ટેસ્ટમાં હાર મેળવવી પડી છે અને ત્રણ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. પાકિસ્તાનને હાલમાં જ ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં સૂપડો સાફ કરી દીધો અને હવે તે ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે મેચની ટેસ્ટ સીરિઝમાં આમને-સામને છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 2 જાન્યુઆરીના કરાચીમાં રમાશે.
બાબર આઝમે પણ બેઝબોલના અંદાજમાં રિઝલ્ટ મેળવવા માટે ઈનિંગ જાહેર કરી, પરંતુ તેનો આ નિર્ણય ટીમ પર ભારે પડતો જોવા મળ્યો હતો. પાકિસ્તાને ન્યુઝીલેન્ડની સામે જીતવા માટે 15 ઓવરમાં 138 રનનો લક્ષ્ય રાખ્યો હતો, તો ખરાબ રોશનીએ મેજબાનોને બચાવી લીધા નહીં તો ન્યુઝીલેન્ડ લક્ષ્ય હાંસલ કરવાના પૂરા મૂડમાં હતી. ખરાબ લાઈટના લીધે દિવસની રમત ખતમ થવા સુધીમાં કીવી ટીમે 7.3 ઓવરમાં 61 રન બોર્ડ પર બનાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp