પૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું નિધન, પત્નીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, 10 દિવસ અગાઉ..

PC: hindustantimes.com

ઝીમ્બાબ્વે ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક હવે આ દુનિયામાં નથી રહ્યા. કેન્સરની બીમારીથી ઝઝૂમનારા હીથ સ્ટ્રીકનું 3 સપ્ટેમ્બર (રવિવારે) નિધન થઈ ગયું. હીથ સ્ટ્રીકની પત્ની નડીને આ દિગ્ગજ ખેલાડીના નિધનની જાણકારી ફેસબુક પર પોસ્ટના માધ્યમથી આપી છે. ગત 23 ઑગસ્ટના રોજ 49 વર્ષીય હીથ સ્ટ્રીકના મોતના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ ત્યારે તે અફવા સાબિત થયા હતા.

નડીન સ્ટ્રીકે લખ્યું કે, ‘આજે (3 સપ્ટેમ્બરના રોજ) મારા જીવનનો સૌથી મોટો પ્રેમ અને મારા સુંદર બાળકોના પિતાને તેમના ઘરથી ઇનિંગની પાસે લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ પોતાના અંતિમ દિવસે પરિવાર અને નજીકના પ્રિયજનો સાથે વિતાવવા માગતા હતા. તેમણે લખ્યું કે, તેઓ પ્રેમ અને શાંતિથી સરબોર હતા અને એકલા ઘરથી જતા નહોતા. અમારી આત્માઓ અનંતકાળ માટે એક થઈ ગઈ છે સ્ટ્રીકી. જ્યાં સુધી હું તેમણે ફરીથી પકડી લેતી નથી.’

હીથ સ્ટ્રીકે ઝીમ્બાબ્વે માટે રમતા ઘણા એવા રેકોર્ડ બનાવ્યા જે આજે પણ કાયમ છે. હીથ સ્ટ્રીક આજે પણ ઝિમ્બાબ્વેના એકમાત્ર બોલરના રૂપમાં સામેલ છે, જેમના નામે 100 કરતા વધુ ટેસ્ટ વિકેટ અને 200 કરતા વધુ વન-ડે વિકેટ રહી છે તેમણે 2000ના દશકમાં ઝીમ્બાબ્વેની કેપ્ટન્સી કરી હતી, એ મુશ્કેલ સમયમાં બોર્ડ અને ટીમ વચ્ચે સંબંધ ખરાબ થવાના કારણે ઘણા ખેલાડી રાષ્ટ્રીય ટીમથી હટી ગયા હતા.

સ્ટ્રીકે વર્ષ 1993 થી 2005 વચ્ચે 65 ટેસ્ટ અને 189 વન-ડેમાં ઝીમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું. ટેસ્ટમાં 1,990 રન અને 216 વિકેટ, જ્યારે વન-ડેમાં 2,943 રન અને 239 રન હાંસલ કરી. બોર્ડ સાથે વર્ષ 2004માં ટકરાવ બાદ તેમણે ઝીમ્બાબ્વેના કેપ્ટન્સી પદ પરથી રાજીનામું આપી દીધું. વર્ષ 2005માં 31 વર્ષની ઉંમરમાં તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ પોતાની સેવાઓ આપી છે. તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત લાયન્સ (GL) જેવી ટીમોના કોચિંગ સ્ટાફમાં પણ મહત્ત્વનો હિસ્સો રહ્યા.

ઇન્ટરનેશનલ લેવલ પર હીથ સ્ટ્રીકે બાંગ્લાદેશ અને ઝીમ્બાબ્વેની પણ કોચિંગ કરી. 23 ઑગસ્ટે ઝીમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર હેનરી ઓલંગાએ ટ્વીટ કરીને હીથ સ્ટ્રીકના મોતની અફવા ઉડાવી હતી. તેની ટ્વીટ બાદ ઘણા ક્રિકેટર્સે હીથ સ્ટ્રીકને શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત કરી દીધી હતી. જો કે, ત્યારબાદ તેણે ટ્વીટ હટાવી દીધી હતી. પછી ઓલંગાએ જ હીથ સ્ટ્રીક સાથે વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું હતું કે, આ દિગ્ગજ જીવિત છે.

ઓલંગાએ લખ્યું હતું કે, ‘હું પુષ્ટિ કરી શકું છે કે હીથ સ્ટ્રીકના નિધનની અફવાને ખૂબ વધારી ચડાવીને રજૂ કરવામાં આવ્યા છે. મેં તેમની સાથે વાત કરી છે. થર્ડ અમ્પાયરે મને પરત બોલાવી લીધો છે. તેઓ ખૂબ જિંદાદિલ છે મિત્રો.’ હીથ સ્ટ્રીક પર વર્ષ 2021માં ICCએ એન્ટી કરપ્શન કોડ હેઠળ તેમના પર 8 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, ત્યારબાદ હીથ સ્ટ્રીકે કહ્યું હતું કે, તે મેચ ફિક્સ કરવાના કોઈ પણ પ્રયાસમાં સામેલ નહોતા, પરંતુ તેમણે ઇન્ટરનેશનલ મેચોમાં આંતરિક જાણકારીનો ખુલાસો કરવાની વાત સ્વીકારી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp