શું કોહલી એક ઇન્સ્ટા પોસ્ટથી કમાય છે 11.45 કરોડ રૂપિયા? વિરાટે જણાવ્યું સત્ય

PC: twitter.com/imVkohli

તેમાં કોઈ શંકા નથી કે, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અમીર ભારતીય ક્રિકેટરોમાંથી એક છે. છેલ્લા કેટલાક દિવસોથી વિરાટ કોહલીની કમાણીના સમાચાર સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો રૂપિયાની કમાણી કરે છે અને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 11.45 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે, પરંતુ વિરાટ કોહલીએ હવે પોતે તેના પર રીએક્શન આપતા, આ સમાચારોને ખોટા ગણાવ્યા છે.

વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી એક પોસ્ટમાં લખ્યું કે, “મને પોતાના જીવનમાં જે કંઈ પણ મળ્યું છે હું તેનો આભારી છું. સોશિયલ મીડિયાની મારી કમાણીને લઈને જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે સાચા નથી.” વિરાટ કોહલીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ગત દિવસોમાં ઘણા એવા સમાચાર ચાલ્યા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોર્ટના 11.45 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે, પરંતુ હવે વિરાટ કોહલીએ પોતેને આ સમચારોનું ખંડન કર્યું છે અને ફેન્સને સાચી જાણકારી આપી છે.

વિરાટ કોહલી ભારતીય ટીમનો ગ્રેડ-A ખેલાડી છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. વિરાટ કોહલીને એક ટેસ્ટ મેચના 15 લાખ, એક વન-ડે મેચના 6 લાખ અને એક T20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે. વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝ સામેની T20 સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. વર્ષ 2022ના T20 વર્લ્ડ કપ બાદ તે ભારતીય ટીમ માટે કોઇ પણ T20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. એશિયા કપ 30 ઑગસ્ટથી શરૂ થશે, પરંતુ તેના માટે ભારતીય ટીમના સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી નથી. વિરાટ કોહલીની જગ્યા એશિયા કપમાં પાક્કી નજરે પડી રહી છે. તે પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચ રમતો નજરે પડશે.

વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચોની T20 સીરિઝ વાત કરીએ તો તેમાં ભારતીય ટીમ 2-1થી પાછળ છે, પરંતુ સીરિઝમાં ત્રીજી મેચ જીતીને આશા જીવંત રાખી છે. હજુ બે મેચ બાકી છે. જો આજે રમાનારી મેચ ભારતીય ટીમ જીતી જાય છે. તો સીરિઝ જીતવાની આશા પણ જીવંત રહેશે. અને મેચ હારવા સાથે જ ટીમ સીરિઝ ગુમાવી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp