ધોનીના એક વીડિયોના કારણે 3 કલાકમાં આટલા લાખ લોકોએ ડાઉનલોડ કરી કેન્ડી ક્રશ ગેમ

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ફેન બેઝ કેટલો મોટો છે, આ વાત કોઈથી છૂપી નથી. ધોનીને લઈને ફેન્સ વચ્ચે ગજબની દીવાનગી જોવા મળી છે. ફેન્સ સાથે સાથે ઘણા દિગ્ગજ ખેલાડી પણ તેમની ખૂબ ઇજ્જત કરે છે. યુવાઓને મહેન્દ્ર સિંહ ધોનીમાં પોતાનો ગુરુ દેખાય છે. હાલના દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. જેમાં તે ફ્લાઇટમાં એર હૉસ્ટેસ સાથે ખૂબ સારી રીતે મુલાકાત કરતો નજરે પડી રહ્યો છે.

ફ્લાઇટની એર હૉસ્ટેસ પોતે મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ મોટી ફેન હતી અને તે પોતાના ફેવરિટ ખેલાડીને જોઈને ક્રૂ મેમ્બરની ખુશીનું કોઈ ઠેકાણું રહેતું નથી. મહેન્દ્ર સિંહ ધોનીને મળવા માટે એર હોસ્ટેસ ટ્રેમાં ઘણી બધી ચોકલેટ અને ડ્રાઈ ફ્રૂટ્સના પેકેટ લઈને પહોંચી, જેમાંથી કેપ્ટન કુલે એક પેકેટ લીધું હતું. આ દરમિયાન ફ્લાઇટમાં બેઠો મહેન્દ્ર સિંહ ધોની પોતાના ટેબલેટમાં ‘કેન્ડી ક્રશ’ ગેમ રમી રહ્યો હતો. જેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. વીડિયો વાયરલ થતા જ ફેન્સ વચ્ચે આ ગેમને ડાઉનલોડ કરવાની હોડ મચી ગઈ અને જોત જોતમાં માત્ર 3 કલાકમાં 36 લાખ નવા યુઝર્સે આ ગેમ ડાઉનલોડ કરી લીધી.

તેનાથી ખબર પડે છે કે લોકો ધોનીને કેટલો પસંદ કરે છે અને તેની દરેક વસ્તુને કેટલી ફોલો કરે છે. તો જો ક્રિકેટની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રમતો નજરે પડ્યો હતો. 16મી સીઝનમાં તેણે પોતાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમી વખત ટ્રોફી જીતાડી. સીઝન દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને ડાબા ઘૂંટણમાં થોડી પરેશાની હતી, એ છતા તેણે આખી સીઝનમાં એક પણ મેચ મિસ કરી નહોતી. સીઝન સમાપ્ત થયા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઇમાં પોતાના ઘૂંટણની સર્જરી કરાવી હતી અને આ સમયે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ન માત્ર ક્રિકેટમાં સારો છે, પરંતુ તે વીડિયો ગેમ્સ પણ પસંદ કરે છે. મહેન્દ્ર સિંહ ધોની કોલ ઓફ ડ્યૂટી, ફિફા અને પબજી રમવાનું પસંદ કરે છે. એક ઇન્ટરવ્યૂમાં ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે આ બધા જ્યાં પણ જઈએ છીએ, પ્લેસ્ટેશન લઈ જઈએ છીએ કેમ કે માહી ભાઈને ગેમ્સ રમવાનું પસંદ છે અને તે કોલ ઓફ ડ્યૂટીમાં જેમ કે ઓનલાઇન/વીડિયો ગેમ રમવાનું પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp