જસપ્રીત બૂમરાહની ઇજાને લઈને કેપ્ટન રોહિત શર્મા બોલ્યો- ‘અમે પ્રયાસ કરીશું કે...
ભારતીય ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહની ઇજાને લઈને કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. રોહિત શર્માએ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બૂમરાહને લઈને સતત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) સાથે સંપર્કમાં છે અને જો તે ફિટ રહે છે તો વર્લ્ડ કપ અગાઉથી તેને વધારેમાં વધારે મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી તે પૂરી રીતે લયમાં આવી શકે. જસપ્રીત બૂમરાહ પીઠની ઇજાના કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દૂર છે.
આ કારણે તેણે T20 વર્લ્ડ કપ 2022માં હિસ્સો લીધો નહોતો. જસપ્રીત બૂમરાહે ન્યૂઝીલેન્ડમાં પીઠના નીચેના હિસ્સાની સર્જરી કરાવી હતી. તેની સર્જરી સફળ થઈ અને તે દર્દથી રિકવર કરી રહ્યો છે. જસપ્રીત બૂમરાહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પણ હિસ્સો લીધો નહોતો. જો કે, થોડા દિવસ અગાઉ તસવીર આવી હતી જેમાં તે બોલિંગ કરતો નજરે પડી રહ્યો હતો અને તેનાથી ખબર પડે છે કે, તે ફૂલ ફિટનેસ હાંસલ કરવા તરફ તેજીથી આગળ વધી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની પહેલી વન-ડે મેચ અગાઉ કેપ્ટન રોહિત શર્માને જસપ્રીત બૂમરાહની ઇજાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું કે, જસપ્રીત બૂમરાહ પાસે ઘણો અનુભવ છે અને એ અનુભવ અમારા માટે મહત્ત્વનો છે. તે લાંબી ઇજા બાદ પાછો આવી રહ્યો છે અને મને ખબર નથી કે, આયરલેન્ડ સામેની સીરિઝમાં તે રમશે કે નહીં. જો કે, અમે પ્રયાસ કરીશું કે વર્લ્ડ કપ અગાઉ તેને વધારેમાં વધારે મેચોમાં રમાડી શકીએ.
તેણે આગળ કહ્યું કે, જ્યારે તમે લાંબી ઇજા બાદ વાપસી કરો છો તો તમારી પાસે મેચ પ્રેક્ટિસ અને મેચ ફિટનેસ હોતી નથી. એટલે જસપ્રીત બૂમરાહ જેટલો વધારે રમશે, તેના માટે અને ટીમ માટે એટલું સારું રહેશે. જોઈશું કે એક મહિનામાં તે કેટલી મેચ રમે છે, શું શું પ્લાન કર્યો છે તેના માટે. જોવાનું એ રહેશે કે તે કેટલો રિકવર થયો છે અમે સતત NCA સાથે સંપર્કમાં છીએ અને આ સમયે તે સારો લાગી રહ્યો છે. વસ્તુ સકારાત્મક જઈ રહી છે, જે સારી વાત છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ બાદ ભારતીય ટીમે આયરલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમવાની છે. ત્યારબાદ ટીમે એશિયા કપમાં વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ માટે સમય મળશે, તો આ મેગા ટૂર્નામેન્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. એવામાં ભારતીય ટીમ ઇચ્છશે કે બુમારહ આ દરમિયાન વધુમાં વધી મેચ રમે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp