મેદાનની વચ્ચે અમ્પાયર પર બૂમો પાડી કેપ્ટન શાકિબ અલ હસને, જુઓ વીડિયો
બાંગ્લાદેશના T20 અને ટેસ્ટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન ફરીથી ચર્ચાઓમાં છે. હવે શાકિબ અલ હસન બાંગ્લાદેશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન વાઈડ બોલ નહીં મળવા પર ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને એમ્પાયર સાથે ઘણી રકઝક કરી હતી. આ મગજમારી શાકિબની કેપ્ટન્સીમાં રમી રહેલી ફોર્ચ્યુન બારિશાલ અને ખુલાના ટાઈગર્સ વચ્ચેની શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન થઈ હતી.
ફોર્ચ્યુન બરિશાલની ઈનિંગની 16મી ઓવરમાં એમ્પાયરે રેઝાઉર રહેમાન રાઝાની બોલને વાઈડ આપી ન હતી. જમણા હાથના આ ઝડપી બોલરે ધીમી બાઉન્સર ફેંકી અને શાકિબને વિશ્વાસ હતો કે બોલ તેના માથા ઉપરથી નિકળી છે. જોકે એમ્પાયરનું આવું માનવું નહીં હતું અને આથી તેને લિગલ બોલ જાહેર કર્યો હતો. શાકિબ અલ હસન આ નિર્ણયથી હેરાન રહી ગયો હતો.
A wide not given by the umpires makes Shakib Al Hasan furious. pic.twitter.com/KPgVWmYtrg
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2023
શાકિબ અલ હસને પહેલા એમ્પાયર સામે બૂમો પાડી હતી. પછી તેણે આક્રમક રીતથી એમ્પાયરની પાસે જઈને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. તે તો ભલુ થાય સિલહટ ટાઈગર્સના કેપ્ટન મુશ્ફિકુર રહીમનું જેણે આખા મામલામાં હસ્તક્ષેપ કર્યું અને વસ્તુને શાંત કરવાની કોશિશ કરી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આખી બબાલ પછી શાકિબે બેટિંગથી પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું.
શાકિબે રાઝાની આગળની બોલને મિડ-વિ કેટ રીજનની ઉપરથી સિક્સ માર્યો હતો. આગામી ઓવરમાં શાકિબે થિસારા પરેરાની ચાર બોલ પર 18 રન બનાવીને પોતાના ફિફ્ટી પૂરા કરી લીધા હતા. શઆકિબે મેચમાં 32 બોલ પર સાત ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 67 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તજાએ ઈનિંગની 20મી ઓવરની પહેલી બોલ પર શકિબની વિકેટ લીધી. શાકિબે આ અર્ધશતકીય બોલિંગને બદોલત બારિશાલ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 194 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી. જોકે શાકિબ અલ હસનની આ ઈનિંગ બેકાર ગઈ હતી કારણ કે તેની ટીમે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલી વખત નથી જ્યારે શાકિબ અલ હસનનો એમ્પાયર સાથે વિવાદ થયો હોય. વર્ષ 2021માં ઢાકા પ્રીમિયર લીગમાં એક મેચ દરમિયાન આ અનુભવી ખેલાડીએ એમ્પાયર પર તેમના નિર્ણય અંગેનો અસંતોષ જતાવતા સ્ટમ્પ પર લાત મારી દીધી હતી. શાકિબ અલ હસનની ગણતરી દુનિયાના બેસ્ટ ઓલ રાઉન્ડર્સમાં થાય છે અને તેણે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારત વિરુદ્ધની બે ટેસ્ટ મેચની સીરિઝમાં પણ બાંગ્લાદેશ ટીમની કેપ્ટન્સી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp