મેદાનની વચ્ચે અમ્પાયર પર બૂમો પાડી કેપ્ટન શાકિબ અલ હસને, જુઓ વીડિયો

બાંગ્લાદેશના T20 અને ટેસ્ટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન ફરીથી ચર્ચાઓમાં છે. હવે શાકિબ અલ હસન બાંગ્લાદેશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન વાઈડ બોલ નહીં મળવા પર ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને એમ્પાયર સાથે ઘણી રકઝક કરી હતી. આ મગજમારી શાકિબની કેપ્ટન્સીમાં રમી રહેલી ફોર્ચ્યુન બારિશાલ અને ખુલાના ટાઈગર્સ વચ્ચેની શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન થઈ હતી.

ફોર્ચ્યુન બરિશાલની ઈનિંગની 16મી ઓવરમાં એમ્પાયરે રેઝાઉર રહેમાન રાઝાની બોલને વાઈડ આપી ન હતી. જમણા હાથના આ ઝડપી બોલરે ધીમી બાઉન્સર ફેંકી અને શાકિબને વિશ્વાસ હતો કે બોલ તેના માથા ઉપરથી નિકળી છે. જોકે એમ્પાયરનું આવું માનવું નહીં હતું અને આથી તેને લિગલ બોલ જાહેર કર્યો હતો. શાકિબ અલ હસન આ નિર્ણયથી હેરાન રહી ગયો હતો.

શાકિબ અલ હસને પહેલા એમ્પાયર સામે બૂમો પાડી હતી. પછી તેણે આક્રમક રીતથી એમ્પાયરની પાસે જઈને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. તે તો ભલુ થાય સિલહટ ટાઈગર્સના કેપ્ટન મુશ્ફિકુર રહીમનું જેણે આખા મામલામાં હસ્તક્ષેપ કર્યું અને વસ્તુને શાંત કરવાની કોશિશ કરી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આખી બબાલ પછી શાકિબે બેટિંગથી પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું.

શાકિબે રાઝાની આગળની બોલને મિડ-વિ કેટ રીજનની ઉપરથી સિક્સ માર્યો હતો. આગામી ઓવરમાં શાકિબે થિસારા પરેરાની ચાર બોલ પર 18 રન બનાવીને પોતાના ફિફ્ટી પૂરા કરી લીધા હતા. શઆકિબે મેચમાં 32 બોલ પર સાત ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 67 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તજાએ ઈનિંગની 20મી ઓવરની પહેલી બોલ પર શકિબની વિકેટ લીધી. શાકિબે આ અર્ધશતકીય બોલિંગને બદોલત બારિશાલ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 194 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી. જોકે શાકિબ અલ હસનની આ ઈનિંગ બેકાર ગઈ હતી કારણ કે તેની ટીમે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલી વખત નથી જ્યારે શાકિબ અલ હસનનો એમ્પાયર સાથે વિવાદ થયો હોય. વર્ષ 2021માં ઢાકા પ્રીમિયર લીગમાં એક મેચ દરમિયાન આ અનુભવી ખેલાડીએ એમ્પાયર પર તેમના નિર્ણય અંગેનો અસંતોષ જતાવતા સ્ટમ્પ પર લાત મારી દીધી હતી. શાકિબ અલ હસનની ગણતરી દુનિયાના બેસ્ટ ઓલ રાઉન્ડર્સમાં થાય છે અને તેણે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારત વિરુદ્ધની બે ટેસ્ટ મેચની સીરિઝમાં પણ બાંગ્લાદેશ ટીમની કેપ્ટન્સી  કરી હતી.   

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.