રોહિતના એક્સપરિમેન્ટથી લઈને ખેલાડીઓના ફોર્મ સુધી, જાણો ભારતની હારના 5 કારણ

PC: twitter.com

એશિયા કપ 2023ની છઠ્ઠી અને અંતિમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હૃદયોયની અડધી સદીની મદદથી 266 રનોનું લક્ષ્ય રાખ્યું હતું, આ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ 259 રન પર જ સમેટાઈ ગઈ. આ દરમિયાન શુભમન ગિલે સદી અને અક્ષર પટેલે જરૂર 42 રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તેઓ જીત ન અપાવી શક્યા. એશિયા કપ સુપર-4માં ભારતની આ પહેલી હાર છે. ચાલો તો આ આર્ટિકલમાં ભારતની હારના 5 મોટા કારણો જાણીએ.

રોહિત શર્માના એક્સપરિમેન્ટ:

બાંગલાદેશ વિરુદ્ધ ભારત પર જરૂરિયાતથી વધારે એક્સપરિમેન્ટ ભારે પડી ગયા. રોહિતે આ હાર બાદ કહ્યું કે, મોટી તસવીર જોતા તેમને એ ખેલાડીઓને અવસર આપ્યો જે આગામી વર્લ્ડ કપમાં રમી શકે છે, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં એક સાથે 5 બદલાવ કરવું ટીમને ભારે પડી ગયું. પંડ્યા અને બૂમરાહ જેવા ખેલાડીઓને તો આરામ આપવું યોગ્ય મની શકાય છે કેમ કે પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ બેક ટૂ બેક બોલરોએ ખૂબ પરસેવો વહાવ્યો હતો, પરંતુ કોહલી અને કુલદીપ જેવા મુખ્ય ખેલાડીઓને એશિયા કપની ફાઇનલ અગાઉ રોહિતે આરામ આપવો જોઈતો નહોતો. વર્લ્ડ કપ અગાઉ મુખ્ય ખેલાડીઓને સતત આરામ આપવું ભારત પર ભારે પડી શકે છે.

સ્પિનર્સ થયા ફેલ:

બાંગ્લાદેશ વિરુદ્ધ સ્પિનર્સની વિકેટ ન લઈ શકવું ભારતની હારના મુખ્ય કારણોમાંથી એક છે. કુલદીપ એશિયા કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોની લિસ્ટમાં સામેલ છે, તેની ગેરહાજરીમાં અન્ય બે સ્પિનર અક્ષર પટેલ અને જાડેજા ખૂબ ફીકા નજરે પડ્યા. બંનેએ મળીને બાંગ્લાદેશ વિરુદ્ધ 19 ઓવરની બોલિંગ કરી, જેમાં 100 રન ખર્ચીને 2 જ વિકેટ લીધી. ભારતીય સ્પિન યુનિટને દમખમ દેખાડવાની જરૂરિયાત છે.

બેટિંગ યુનિટ ફેલ:

કેપ્ટન રોહિત જલદી જ આઉટ થયા બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય મિડલ ઓર્ડરનું ટેસ્ટ થવાનું હતું. કોહલીની ગેરહાજરીમાં મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ ખૂબ નિરાશ કાર્ય. આ મેચમાં ડેબ્યૂ કરનાર તિલક વર્મા 4 જ રન બનાવી શક્યો તો રાહુલ 19 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. સૂર્યકુમાર અને ઇશાન કિશન પણ જે પ્રકારે આઉટ થયા તેમનામાં અનુભવની કમી સ્પષ્ટ નજરે પડી. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય બેટિંગ યુનિટ એકદમ ફ્લોપ રહી.

સૂર્યા ન કાઢી શક્યો વન-ડેનો તોડ:

સૂર્યકુમાર T20 ક્રિકેટમાં ભલે નંબર-1 ખેલાડી છે, પરંતુ વન-ડે ક્રિકેટમાં તોડ અત્યાર સુધી કાઢી શક્યો નથી. તેની T20 ક્રિકેટ રમવાની ક્ષમતાને જોતા તેને એશિયા કપ અને વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા મળી છે, પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે તેણે કેપ્ટન અને સિલેક્ટર્સની ચિંતા વધારી દીધી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ સ્વીપ શૉટ લગાવવાના પ્રયાસમાં સૂર્યકુમાર યાદવ પોતાની વિકેટ શાકિબને આપી બેઠો. વન-ડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી આદર્શ રહ્યું નથી.

રવીન્દ્ર જાડેજાનું બેટિંગ ફોર્મ ચિંતાનો વિષય:

જાડેજા ભારતીય ટીમમાં એક સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે. બોલિંગમાં તે લાજવાબ પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું બેટિંગ ફોર્મ ખૂબ ખરાબ રહ્યું છે. વર્ષ 2022થી જાડેજાના બેટથી એક પણ અડધી સદી નીકળી શકી નથી. તો આ દરમિયાન તેની સ્ટ્રાઇરેટ પણ ખૂબ ખરાબ રહી છે. જાડેજા જે પોઝિશન પર બેટિંગ કરવા જાય છે ત્યાં સ્ટ્રાઈક રેટ સૌથી મહત્ત્વની હોય છે. વર્ષ 2023માં જો સૌથી ઓછી સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનારા ભારતીય ખેલાડીઓની વાત કરીએ, જેણે ઓછામાં ઓછા 100 બૉલનો સામનો કર્યો છે, તો આ લિસ્ટમાં જાડેજા 56.79ની સ્ટ્રાઈક રેટ સાથે ટોપ પર છે. બેટથી જાડેજાનું આ ખરાબ પ્રદર્શન ભારતને મુશ્કેલીમાં નાખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp