બેટ્સમેને મેદાનમાં ચાલુ મેચે લાઇટર માગ્યું, પિચ પાસે 'આગ' પ્રગટાવી, જુઓ Video

PC: haribhoomi.com

ચાહકોએ ક્રિકેટના મેદાન પર આવી ઘણી ઘટનાઓ જોઈ હશે, જ્યાં બેટ્સમેન બેટિંગ દરમિયાન તેના ડ્રેસિંગ રૂમમાંથી કેટલીક વસ્તુઓ માંગે છે. ઘણી વખત બેટ્સમેન ગ્લોવ્સ માંગે છે, અને કેટલીકવાર તે બેટ બદલવા માટે સંકેત આપે છે. આ સિવાય બેટ્સમેન હેલ્મેટ કે અન્ય કોઈ ડ્રિંક માંગવા માટે ઈશારા કરે છે. પરંતુ આ વખતે એક અલગ પ્રકારની ઘટના જોવા મળી છે.

આ ઘટના ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ખેલાડી માર્નસ લાબુશેન સાથે બની છે. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ સિડની ટેસ્ટ દરમિયાન બેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી લાબુશેને મેદાનમાંથી જ સિગારેટ પીવા અને લાઈટર પ્રગટાવવા જેવી હરકતો કરી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મેચ દરમિયાન આ ઘટના જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે, આખરે આ શું થઈ રહ્યું છે. પરંતુ થોડી જ વારમાં જ્યારે સાથી ખેલાડી લાઈટર લઈને મેદાનમાં આવ્યો ત્યારે, તમામ મૂંઝવણ દૂર થઈ ગઈ હતી. ખરેખર, લાબુશેને તેની હેલ્મેટ રિપેર કરવા માટે આ લાઈટર માંગ્યું હતું. કદાચ હેલ્મેટમાં માથાના આગળના ભાગમાં કંઈક વાગતું હોવું જોઈએ. અથવા તો કંઈક માર્નસ લેબુશેનને પરેશાન કરતું હોવું જોઈએ.

આ જ કારણ હતું કે, લાબુશેને મેદાનમાંથી જ ધૂમ્રપાન અને સિગારેટ સળગાવવા જેવા કેટલાક ઈશારા કરીને સાથી ખેલાડીઓ પાસેથી લાઈટર મંગાવ્યું હતું. આ પછી, પીચની નજીક લાઈટર લગાવીને તેણે હેલ્મેટને રિપેર કર્યું. આ સમગ્ર ઘટના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે.

લાબુશેને આ મેચમાં તેની ટેસ્ટની 14મી અડધી સદી પૂરી કરી હતી. ખરાબ પ્રકાશના કારણે મેચ રોકાઈ ત્યારે તે 73 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 138/1 છે. લાબુશેનના પાર્ટનર ઉસ્માન ખ્વાજા 51 રન બનાવીને અણનમ છે. ઓસ્ટ્રેલિયાની એકમાત્ર વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં પડી હતી, જે માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા માટે આ કરો યા મરો મેચ છે કારણ કે જો તેઓ સિડની ટેસ્ટ પણ હારી જાય તો તેઓ માત્ર ચાલુ શ્રેણી 0-3થી હારી જશે એટલું જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાંથી પણ બહાર થઈ જશે.

અહીં તમને તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ પોતાના ઘરે રમી રહી છે. આ શ્રેણીમાં કાંગારૂ ટીમે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 4 જાન્યુઆરીથી સિડનીમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 147/2નો સ્કોર કર્યો હતો. લાબુશેન 79 રન બનાવીને પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 6 વિકેટે જીતી લીધી હતી. જ્યારે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનો ઇનિંગ્સ અને 182 રને પરાજય થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp