BBLના જે કેચ પર મચ્યો હાહાકાર, હવે ICCએ કર્યો મોટો નિર્ણય, જાણો- આઉટ કે નોટઆઉટ

PC: hindustantimes.com

બિગ બેશ લીગમાં બ્રિસબેન હીટ અને સિડની સિક્સર્સની વચ્ચે રમાયેલી આ મેચમાં સિડનીના બેટ્સમેન જોર્ડન સિલ્કે હવામાં શોટ માર્યો હતો, પરંતુ માઈકલ નેસરે હવામાં ઉછળીને અદ્દભુત કેચ પકડ્યો હતો, જેની પર વિવાદ શરૂ થઈ ગયો છે. આ કેચ પર ઘણી કોન્ટ્રોવર્સી પણ થઈ રહી છે. જ્યારે હવે તેની પર ICCએ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, 19મી ઓવરમાં જોર્ડન સિલ્કે મોહમ્મદ કુહ્નમૈનની બોલ પર સીધો શોટ રમ્યો હતો, જેને જોઈને એ લાગ્યું કે સિક્સ લાગશે પરંતુ, ત્યારે જ માઈકલ નેસર દોડતો આવ્યો અને તેણે કૂદકો મારીને આ કેચ પકડી લીધો હતો. આ દરમિયાન તેણે બોલને બાઉન્ડ્રીની બહાર ઉછાળ્યો અને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. ત્યાં સુધી બોલ બાઉન્ડ્રીની બહાર પડવાની હતો, તેવામાં નેસર ફરીથી હવામાં કૂદકો મારે છે અને બોલને બાઉન્ડ્રીની અંદર મોકલી આપે છે.

જ્યારે બોલ બીજી વખત બાઉન્ડ્રીની અંદર ગઈ ત્યારે ઝડપથી નેસરે અંદર આવીને કેચ કવર કરી લીધો હતો. જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પછીથી થર્ડ એમ્પાયરે કેચને ક્લિયર બતાવીને જોર્ડન સ્કીલને આઉટ આપ્યો, જેની પર તેને વિશ્વાસ નહીં થયો કે તે આઉટ થઈ ગયો છે. આ કેચ પર વિવાદ થઈ ગયો હતો. કેચ પછી ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું હતું કે આ શોટ સિક્સ હતો, કારણ કે એક વખત બાઉન્ડ્રીની બહાર જવા પછી ફીલ્ડર કેચ લે તો તેને લીગલ નહીં માનવો જોઈએ, પરંતુ કેટલાંક એક્સપર્ટ્સે તેને લીગલ પણ માન્યો, તેમનો તર્ક હતો કે બોલ અથવા ફિલ્ડરનું શરીર બાઉન્ડ્રીની બહાર ટચ ન થાય ત્યાં સુધી સેફ કેચ માનવામાં આવશે.

આ કેચને લઈને ICCએ કહ્યું છે કે માઈકલ નેસરે જે કેચ કર્યો છે, તે એકદમ યોગ્ય હતો. અમ્પાયરે પણ બેટ્સમેનને યોગ્ય રીતે આઉટ આપ્યો હતો. ICCએ પોતાની વેબસાઈટમાં કહ્યું કે કાયદો 19.5.2 માં કહેવામાં આવ્યું છે કે જો એક ફિલ્ડર, મેદાનના સંપર્કમાં નથી તો તેને બાઉન્ડ્રી બહાર જ માનવામાં આવે છે, પરંતુ કેચ પૂરો કરવા સુધી ફિલ્ડરનું શરીર જો બાઉન્ડ્રી સાથે ટચ નથી થતું તો કેચ યોગ્ય માનવામાં આવે છે. નેસરે જે કેચ પકડ્યો છે તે હવા અને બાઉન્ડ્રીની અંદર જ હતો.

ICC તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બોલ બાઉન્ડ્રીમાં ટચ નથી થતો, ત્યાં સુધી ફિલ્ડરને પોતાના હિસાબે કેચને પૂરો કરવાની છૂટ હોય છે, માત્ર ફિલ્ડરનું શરીર બાઉન્ડ્રીને ટચ ન થયું હોવું જોઈએ. ICCના કહેવા પ્રમાણે, નેસરનો બોલ સાથેનો પહેલો સંપર્ક અને તેના કૂદવાનો સમય અને અંતિમ કેચ બધા ખેલના નિયમોના હિસાબથી હતો, આથી એમ્પાયરે બેટ્સમેનને યોગ્ય રીતે આઉટ જાહેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp