BCCIની જાહેરાત- 1 ઓવરમાં બે બાઉન્સર ફેકી શકશે બોલર, બેઠકમાં લેવાયા આ નિર્ણય

અપેક્ષ કાઉન્સિલની 18મી બેઠક શુક્રવારે મુંબઇમાં થઈ હતી. તેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. બોલરો અને બેટ્સમેનો વચ્ચે સારું એવું કોમ્બિનેશન બેસાડવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે હવે બોલર સૈયદ મુશતાક અલી ટ્રોફીમાં એકની જગ્યાએ 2 બાઉન્સર ફેકી શકે છે. કાઉન્સિલે એશિયન ગેમ્સમાં મેન્સ અને વુમન્સ ટીમ ઉતારવા પર મ્હોર લગાવી દીધી છે. એ સિવાય અન્ય બીજા પણ ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે.
શનિવારે રીલિઝ કરવામાં આવેલી એક મીડિયા રીલિઝમાં જણાવવામાં આવ્યું કે, BCCIએ આગામી T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટ્સમેનો અને બોલરો વચ્ચે બેલેન્સ બેસાડવા માટે એક ઓવરમાં 2 બાઉન્સર ફેકવાની મંજૂરી આપી દીધી છે. આ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 16મી સીઝન હશે. આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રમાશે. એ સિવાય BCCIએ કહ્યું કે, ટોસ અગાઉ ટીમ 4 સબ્સ્ટિટ્યુટ ખેલાડી સાથે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી શકે છે અને મેચ દરમિયાન ટીમ ક્યારેય પણ પોતાના ઇમ્પેક્ટ ખેલાડીને મેદાનમાં ઉતારી શકે છે.
તેના માટે ઓવરની કોઈ સીમા નથી. કહેવામાં આવ્યું કે, BCCI હવે મેન્સ અને વુમન્સ ટીમને એશિયન ગેમ્સમાં હિસ્સો લેવા માટે ચીન મોકલશે. તેના માટે વર્લ્ડ કામ જે ખેલાડીઓને ચાંસ મળ્યો નથી. તેમને જ માત્ર સિલેક્ટ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિખર ધવન એશિયન ગેમ્સ 2022માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરી શકે છે. એશિયન ગેમ્સમાં પુરુષ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે 19 સપ્ટેમ્બરથી મહિલાઓની સ્પર્ધા હશે.
અપેક્ષ કાઉન્સિલની બેઠકમ અન્ય કેટલાક મુદ્દાઓ પર વાત થઈ. ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવશે. તે ફેઝ 2 ચાલશે. પહેલા ICC વન-ડે વર્લ્ડ કપની મેચ જ્યાં થશે એ સ્ટેડિયમને સારા બનાવવામાં આવશે, જ્યારે બીજા ફેઝમાં અન્ય સ્ટેડિયમને અપગ્રેડ કરવામાં આવશે, જ્યાં વર્લ્ડ કપ મેચ નહીં રમાય. એશિયન ગેમ્સમાં ત્રીજી વખત ક્રિકેટની ઇવેન્ટ આયોજિત થશે. વર્ષ 2010 અને વર્ષ 2014માં ક્રિકેટની ઇવેન્ટ રાખવામાં આવી હતી. ત્યારે BCCIએ ન તો પુરુષ કે ન મહિલા ટીમને મોકલી હતી. વર્ષ 2010ની રમતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને ક્રમશઃ પુરુષ અને મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તો વર્ષ 2014માં શ્રીલંકાએ પુરુષ વર્ગમાં અને પાકિસ્તાને મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp