આ દિવસે આવી શકે છે એશિયા કપનો નિર્ણય, પાકિસ્તાન નહીં હોય મીટિંગનો હિસ્સો

PC: hindustantimes.com

એશિયા કપ 2023ના આયોજનનો નિર્ણય આ અઠવાડિયાના અંત સુધીમાં થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ જય શાહે જણાવ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ દરમિયાન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ IPLની શોભા વધારવા આવશે. આ બધા સીઝન-16ની ફાઇનલ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકત્રિત થશે. આ વર્ષે એશિયા કપની મેજબની પાકિસ્તાનને મળી છે અને ભારતે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે.

જાય શાહે એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, અત્યાર સુધી એશિયા કપની મેજબાનીના સંબંધમાં નિર્ણયને અંતિમ ઓપ આપવામાં આવ્યો નથી. અમે IPLમાં વ્યસ્ત છીએ, પરંતુ શ્રીલંકા ક્રિકેટ (LLC), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના ઉચ્ચ અધિકારી IPL ફાઇનલ જોવા આવી રહ્યા છે. આ દરમિયાન અમે ચર્ચા કરીશું અને ઉચિત સમય પર નિર્ણય લઈશું. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન જ જય શાહે આ જાહેરાત કરી દીધી હતી કે, ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. એવામાં ગુસ્સેની ભરાયેલા પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં હિસ્સો ન લેવાની ધમકી આપી હતી.

વર્લ્ડ કપ 2023નું આયોજન આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાનું છે. ACCની મીટિંગ થઈ હતી, જેમાં પાકિસ્તાનું વલણ થોડું નરમ પડ્યું અને તેણે હાઇબ્રીડ મોડલની માગ કરી. આ મોડલમાં 2 વિકલ્પ હતા. પહેલો ભારતની બીજી મેચ ન્યૂટ્રલ વેન્યુ પર અને બાકી મેચ પાકિસ્તાનમાં રાખવાની વાત હતી. બીજા વિકલ્પમાં લીગ સ્ટેજની પહેલી 4 મેચ પાકિસ્તાનમાં તો બાકી બધી એમચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવાની વાત હતી. એવા સમાચાર છે કે પાકિસ્તાનને આ હાઇબ્રીડ મોડલ માટે 4 દેશોનું સમર્થન મળ્યું છે.

પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે આ હાઇબ્રીડ મોડલમાં કયો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, એશિયા કપને હાઇબ્રીડ મોડલમાં આયોજિત કરવા માટે શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમ રાજી થઈ ગઈ છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ Geo ન્યૂઝને કહેવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટને પાકિસ્તાન સાથે સાથે કોઈ અન્ય દેશમાં આયોજિત કરવા માટે ભરત છોડીને બાકી દેશો પાસેથી સમર્થન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp