જસપ્રીત બૂમરાહને લઈને આવ્યું મોટું અપડેટ, વર્લ્ડ કપ પહેલા વાપસી થઈ શકે છે
ભારતીય ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ લાંબા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2022 અગાઉ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સપ્ટેમ્બરમાં રમાયેલી ઘરેલુ સીરિઝમાં તેણે છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારબાદ આ ખેલાડીની ઇજાની સમસ્યા સતત સામે આવી રહી છે. હાલમાં જ તેણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023થી પણ તે બહાર થઈ ચૂક્યો છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલને લઈને પણ તેનું રમવું નક્કી નહોતું.
હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, BCCIના અધિકારી તરફથી હવે જસપ્રીત બૂમરાહની વાપસી અને તેના ફિટ થવાના સમયને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. તે મુજબ, જસપ્રીત બૂમરાહ ભારતીય ટીમ સાથે એક મોટા ICC ઇવેન્ટ અગાઉ ટીમ સાથે જોડાઈ જશે. ભારતીય ટીમ 7 જૂનથી 11 જૂન સુધી કેનિંગ્ટન ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચ રમશે.
ત્યારબાદ ટીમે એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે, જેમાં જસપ્રીત બૂમરાહની ઉપસ્થિતિ અંતર ઉત્પન્ન કરી શકે છે. હવે ભારતીય ટીમના આ મુખ્ય બોલરને લઈને મોટી જાણકારી સામે આવી છે. BCCIના જાણકારોના સંદર્ભે એક ન્યૂઝ એજન્સીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, બોર્ડને ભરોસો છે કે ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ફિટ હશે. ઉલ્લેખનીય છે કે અત્યારે જસપ્રીત બૂમરાહ પીઠની ઇજાના કારણે ક્રિકેટથી બહાર છે.
ભારતમાં આ વર્ષના અંતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 50 ઓવરનો વર્લ્ડ કપ રમવાનો છે. આ મેગા ઇવેન્ટની મેજબાની ભારત કરશે અને તેનો કાર્યક્રમ જલદી આવવાની આશા છે એટલે કે જો બીજા પહેલુંઓથી જોઈએ તો જસપ્રીત બૂમરાહ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને ત્યારબાદ અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડીઝ સીરિઝ સિવાય એશિયા કપ 2023 મિસ કરી શકે છે, પરંતુ અત્યાર સુધી તેને લઈને પૂરી સ્થિતિ સ્પષ્ટ નથી. બૂમરાહ IPL 2023નો પણ હિસ્સો નથી.
વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સીરિઝ માટે તેનું ભારતીય ટીમમાં સિલેક્શન થયું હતું, પરંતુ સીરિઝ શરૂ થવા અગાઉ જ બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો અને IPLથી પણ તે બહાર થઈ ગયો હતો. ભારતીય ટીમ બૂમરાહ સિવાય મિડલ ઓર્ડરનો મુખ્ય બેટ્સમેન શ્રેયસ ઐય્યરની ઇજાને લઈને પણ ચિંતિત છે. શ્રેયસ ઐય્યરના પણ પીઠમાં સમસ્યા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઊભરી હતી. તેમણે પણ સર્જરીનો નિર્ણય લીધો છે અને IPLથી બહાર થઈ ગયો. બૂમરાહ અને ઐય્યર બંનેનું WTCમાં રમવું અત્યારે શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે. બાકી અપડેટ માટે અત્યારે રાહ જોવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp