ફેન્સ પંતના અપડેટ માટે BCCI ઓફિસમાં સતત ફોન કરીને પૂછી રહ્યા છે આ સવાલ

PC: ICC

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે ઉત્તરાખંડમાં કાર એક્સિડન્ટનો શિકાર થઇ ગયો. દિલ્હીથી રુડકી જતી વખત રિષભ પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, ત્યારબાદ તેમાં આગ લાગી ગઇ. રિષભ પંતને આ ઘટનામાં ગંભીર ઇજા થઇ છે, તે હૉસ્પિટલમાં એડમિટ છે. ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત આ પ્રકારે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થવો, દરેક ક્રિકેટ ફેન્સ માટે ચિંતાના સમાચાર છે. ફેન્સ ગત દિવસથી જ સોશિયલ મીડિયા પર રિષભ પંતને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

એટલું જ નહીં, મુંબઇમાં સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓફિસ પર પણ ફેન્સની લાઇન લાગી છે અને દરેક રિષભ પંત સાથે જોડાયેલું અપડેટ જાણવા માગે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, BCCIની ઓફિસમાં સતત ફેન્સના ફોન દેશના અલગ-અલગ હિસ્સાઓમાંથી આવી રહ્યા છે. અહીં ફેન્સ જાણવા માગે છે કે રિષભ પંતની તબિયત કેવી છે, BCCI ઓફિસ બહાર પણ લોકો ઉપસ્થિત છે. અહી લોકોનો એક જ સવાલ છે કે રિષભ પંત ક્યાં સુધીમાં સારો થશે? શું તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝ રમી શકશે?

કેટલાક ફેન્સ BCCI ઓફિસથી રિષભ પંતનું હેલ્થ અપડેટ માગી રહ્યા છે, તો કેટલાક હૉસ્પિટલનું નામ પૂછી રહ્યા છે જેથી તેઓ રિષભ પંતને જઇને મળી શકે. રિષભ પંતની કારનું શુક્રવારે એક્સિડન્ટ થઇ ગયું હતું, જેમાં તેને ગંભીર ઇજા થઇ છે. રિષભ પંત પહેલા એક્સિડન્ટવાળી જગ્યા પાસે જ સ્થિત હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હવે તેને સારી સારવાર અને સુવિધાઓ માટે દિલ્હી એરલિફ્ટ કરી શકાય છે.

રિષભ પંતનો પરિવાર તેની સાથે છે. સાથે જ ઉત્તરાખંડ સરકાર અને BCCI પણ દરેક પ્રકારની જરૂરિયાત પર નજર બનાવી રાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિષભ પંતના પરિવારથી ફોનથી વાત કરી હતી અને સ્ટાર ક્રિકેટરના સ્વાસ્થ્યની જાણકરી લીધી હતી. BCCI દ્વારા ટ્વીટ કરીને તેની જણાકરી આપી હતી. તો એક્ટર અનુપમ ખેર અને અનિલ કપૂર પણ રિષભ પંતને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. 25 વર્ષીય રિષભ પંત હાલમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ થયેલી ટેસ્ટ સિરિઝથી ફર્યો હતો. તેને શ્રીલંકા વિરુદ્ધ થનારી T20 અને વન-ડે સીરિઝમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp