વર્લ્ડ કપમાં ઉતરી શકે છે આ ટીમ, આ દિવસે થશે જાહેરાત, 2 ખેલાડી હશે રિઝર્વ

PC: rediff.com

ભારતની મેજબાનીમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ કપ માટે કોર ટીમની જાહેરાત કરવાની અંતિમ તારી 5 સપ્ટેમ્બર નક્કી કરી છે. કોર ટીમનો અર્થ છે કે તેમાં ICCની મંજૂરી વિના બદલાવ કરવાની સંભાવના રહેશે, પરંતુ ICCએ વર્લ્ડ કપ માટે ફાઇનલ 15 સભ્યોની ટીમ જાહેર કરવા માટે 28 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે એટલે કે જો 28 સપ્ટેમ્બર બાર ICCની મંજૂરી વિના બદલાવ નહીં થાય.

આ અગાઉ જ બધા 10 દેશોએ પોતાની ફાઇનલ ટીમ જાહેર કરવી પડશે. તેને લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત કેટલાક દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે, પરંતુ હવે ભારતીય ટીમની જાહેરાતનો વારો છે. વર્લ્ડ કપ માટે ભારતની કોર ટીમમાં 15 કરતા વધુ ખેલાડી હોય શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત 3 સપ્ટેમ્બરના રોજ કરી શકે છે. કેપ્ટન્સી રોહિત શર્માના હાથોમાં જ રહેશે. તેનાથી એક દિવસ અગાઉ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023 હેઠળ મેચ રમાશે.

રિપોર્ટ્સ મુજબ, BCCI 3 સપ્ટેમ્બરના રોજ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. તેમાં 2 ખેલાડી રિઝર્વ રાખી શકાય છે. આ રિઝર્વ ખેલાડી પ્રસિદ્ધ ક્રિષ્ના અને સ્પિનર ઓલરાઉન્ડર તિલક વર્મા હોય શકે છે. વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમે એશિયા કપ પણ રમવાનો છે, જેના માટે BCCIએ 17 સભ્યોની ટીમ પસંદ કરી છે. તેમાં વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને રિઝર્વ રાખવામાં આવ્યો હતો. સંજુ સેમસનને કેએલ રાહુલના ઓપ્શન તરીકે લેવામાં આવ્યો છે. રાહુલ સામાન્ય ઇજાથી ઝઝૂમી રહ્યો છે. રાહુલ એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાને લઈને શંકા છે. જો તે મેચ રમતો નથી ત્યારે પણ વર્લ્ડ કપમાં તેની જગ્યા રહેશે.

જોવા જેવી વાત એ પણ છે કે એશિયા કપ બાદ અને વર્લ્ડ કપની બરાબર પહેલા ભારતીય ટીમે પોતાના ઘર આંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝ પણ રમવાની છે. આ સીરિઝ 27 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ સીરિઝમાં BCCIને પોતાની ટીમને અજમાવવાનો અવસર હશે, જ્યારે આગામી જ દિવસે 28 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ પણ સોંપવી પડશે. વર્લ્ડ કપની શરૂઆત 5 ઑક્ટોબરે થશે. પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમને વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ મેચ રમવાની છે.

વર્લ્ડ કપ 2023 માટે ભારતની સંભવિત ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), જસપ્રીત બૂમરાહ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

રિઝર્વ ખેલાડી: તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું આખું શેડ્યૂલ:

8 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ.

11 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન, દિલ્હી.

14 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ પાકિસ્તાન, અમદાવાદ.

19 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ, પૂણે.

22 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ, ધરમશાળા.

2 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા, મુંબઈ.

5 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ દક્ષિણ આફ્રિકા, કોલકાતા.

12 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ નેધરલેન્ડ, બેંગ્લોર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp