ICCના નિર્ણયને પડકાર આપી શકે છે BCCI, શું ઇન્દોરની પીચ હકીકતમાં ખરાબ હતી?

PC: twitter.com/Cricketracker

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI જલદી જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિર્ણયને પડકાર આપી શકે છે, જેમાં ICC એલિટ પેનલના મેચ રેફરી ક્રિસ બ્રોડે ઇન્દોરની પીચને ‘ખરાબ’ રેટિંગ આપી હતી. તેમનું કહેવું હતું આ પીચ ખરાબ હતી અને ટેસ્ટ મેચ લાયક નહોતી. ICCએ 3 ડિમેરિટ પોઈન્ટ પણ સ્ટેડિયમને આપ્યા છે. તેનાથી સ્ટેડિયમમાં જો આગળ કોઈ મેચને આ પ્રકારની રેટિંગ મળે છે તો સ્ટેડિયમ પર એક વર્ષનો પ્રતિબંધ લાગી જાય છે.

BCCI આ નિર્ણય વિરુદ્ધ પડકાર આપશે કેમ કે, મેચનું પરિણામ ત્રીજા દિવસે નીકળ્યું હતું અને કુલ 31 વિકેટ પડી હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચની પીચને લઈને BCCIના એક અધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું જે, ‘અમે સ્થિતિની મુલાકાત લઈશું અને નિર્ણય કરીશું.’ પીચ રેટિંગ વિરુદ્ધ પડકાર આપવા માટે મેજબાન ક્રિકેટ બોર્ડને 14 દિવસનો સમય મળે છે. એવામાં BCCI જલદી જ તેના પર નિર્ણય લેશે કેમ કે મેચ 3 માર્ચની સવારે સમાપ્ત થઈ ગઈ હતી.

ICCની પ્રેસ રીલિઝમાં મેચ રેફરી ક્રિસ બ્રોડે કહ્યું હતું કે, ‘પીચ ખૂબ સૂકી હતી, બેટ અને બૉલ વચ્ચે સંતુલન પ્રદાન કરી ન શકી. પીચ શરૂઆતથી જ સ્પિનરોના પક્ષમાં હતી. મેચના પાંચમા બૉલથી પીચની સપાટી તૂટી ગઈ અને ક્યારેક ક્યારેક સપાટી તૂટતી રહી, જેથી સીમ મૂવમેન્ટ ખૂબ ઓછું હતું કે થયું જ નહીં અને આખી મેચમાં અત્યંત અને અસમાન ઉછાળ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ICCના એક નિર્ણય વિરુદ્ધ પડકાર આપ્યો હતો, જ્યાં તેમણે રાવલપિંડીની પીચને એવરેજ બતાવી હતી.

ICCએ સ્વીકાર્યું હતું કે કે એમ નથી અને આ કારણે પીચને એવરેજ કરાર આપવામાં આવી અને ડિમેરિટ પોઇન્ટ્સ પણ સ્ટેડિયમથી હટાવી દીધા હતા. પીચ ફ્લેટ હતી, પરંતુ ઇંગ્લેન્ડની ટીમે છેલ્લી કેટલીક મિનિટોમાં જીત હાંસલ કરી હતી. ICCના નિયમો મુજબ, BCCI પાસે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે 14 દિવસનો સમાય છે. જો સ્ટેડિયમ 5 વર્ષની રોલિંગ અવધીમાં 5 ડિમેરિટ પોઇન્ટ્સ હાંસલ કરે છે તો તેને 12 મહિના માટે ઇન્ટરનેશનલ મેચોની મેજબની માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચની મેજબાની કરનારી નાગપુર અને દિલ્હીની પીચોને મેચ રેફરીએ ‘એવરેજ’ રેટિંગ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp