BCCIના કોન્ટ્રાક્ટમાં જાડેજાનું પ્રમોશન, 7 કરોડ મળશે, આ 7 ખેલાડીઓની છૂટ્ટી

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ વર્ષ 2022-23 સીઝન માટે ભારતીય ટીમના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટની લિસ્ટ જાહેર કરી દીધી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રમોશન થયું છે અને હવે તે ગ્રેડ A+માં આવી ગયો છે. તો કે.એલ. રાહુલને ગ્રેડ Aમાંથી Bમાં ડિમોટ કરી દેવામાં આવ્યો છે. BCCIએ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે. ગ્રેડ A+માં રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઈજાનો સામનો કરી રહેલો બોલર જસપ્રીત બૂમરાહે જગ્યા યથાવત રાખી છે.

હવે રવીન્દ્ર જાડેજા આવી જવાથી ગ્રેડ A+માં સામેલ ખેલાડીઓની સંખ્યા 4 થઈ ગઈ છે. આ ચારેય ખેલાડીઓને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન 7 કરોડ રૂપિયા મળશે. હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત અને અક્ષર પટેલને ગ્રેડ Aમાં સામેલ કરવામાં આવ્યા છે. અક્ષર પટેલ પહેલા B અને હાર્દિક પંડ્યા ગ્રેડ Cમાં હતા, પરંતુ હવે તેમનું પ્રમોશન થયું છે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ગ્રેડ Bનો હિસ્સો છે, શુભમન ગિલનું પણ આ વખતે પ્રમોશન થયું.

ગ્રેડ Bમાં સામેલ ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દૂલ ઠાકુર, ઇશાન કિશન, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટકીપર બેટ્સમેન કે.એસ. ભરત ગ્રેડ Cનો હિસ્સો છે અને તેમને 1 કરોડ રૂપિયા મળશે. ભરત અને અર્શદીપ સિંહને પહેલી વખત કોન્ટ્રાક્ટ લિસ્ટમાં જગ્યા મળી છે.

આ ખેલાડીઓની કોન્ટ્રાક્ટમાંથી થઈ છુટ્ટી:

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો હિસ્સો નથી રહ્યા. અજિંક્ય રહાણે અને ઈશાંત શર્માને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી, ઑપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચાહરની પણ છુટ્ટી થઈ ગઈ છે. જોવા જઈએ તો આ વખત ગ્રેડ A+માં 4, Aમાં 5, ગ્રેડ Bમાં 6 અને ગ્રેડ Cમાં સૌથી વધુ 11 ખેલાડીઓને જગ્યા મળી છે.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડી (ઓકટોબર 2022-સપ્ટેમ્બર 2023 સુધી)

ગ્રેડ A+ (વાર્ષિક 7 કરોડ રૂપિયા): રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ, રવીન્દ્ર જાડેજા.

ગ્રેડ A (વાર્ષિક 5 કરોડ રૂપિયા): હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ.

ગ્રેડ B (વાર્ષિક 3 કરોડ રૂપિયા): ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.

ગ્રેડ C (વાર્ષિક 1 કરોડ રૂપિય): ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દૂલ ઠાકુર, ઇશાન કિશન, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.