26th January selfie contest

પેટ કમિન્સને મુશ્કેલ સમયમાં BCCIનું સમર્થન, આપ્યો ખાસ સંદેશ

PC: twitter.com/BCCI

ભારતના પ્રવાસ પર પહેલી 2 ટેસ્ટ મેચમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરનારા નિયમિત કેપ્ટન પેટ કમિન્સે પોતાના પારિવારિક કારણોથી દિલ્હી ટેસ્ટ બાદ સિડની જવાનો નિર્ણય લીધો હતો. એ સમયે કોઇને કારણની જાણ નહોતી, પરંતુ ત્યારબાદ સામે આવ્યું કે પેટ કમિન્સની માતા ગંભીર રૂપે બીમાર છે અને આ કારણે ફાસ્ટ બોલરે પાછા જવાનો નિર્ણાય લીધો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઇન્દોરમાં 1 માર્ચથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટથી બહાર થઇ ગયો છે. આ દરમિયાન શુભ ચિંતકોએ તેને સમર્થન આપ્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ શુક્રવારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન માટે ખાસ ટ્વીટ કરી અને પોતાનું સમર્થન દેખાડ્યું. શુક્રવારે પેટ કમિન્સે કહ્યું કે, મેં ભારત પરત ફરવાનો નિર્ણય કેન્સલ કરી દીધો છે કેમ કે મારી માતા આ સમયે ખૂબ બીમાર છે. મારું માનવું છે કે જો હું પોતાની ફેમિલી સાથે રહું તો એ વધારે સારું હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથી ખેલાડીઓથી મને સપોર્ટ મળ્યો છે, તેના માટે હું આભારી છું. ભારત વિરુદ્ધ ઇન્દોર ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન્સી કરશે.

જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે પેટ કમિન્સ અમદાવાદમાં થનારી ચોથી ટેસ્ટ માટે આવશે કે નહીં. તે 17 માર્ચથી શરૂ થનારી વન-ડે સીરિઝમાં સામેલ છે અને તેની કેપ્ટન્સીમાં જ ટીમ રમશે. BCCI દ્વારા પેટ કમિન્સ માટે કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં અમારા વિચાર અને પ્રાર્થનાઓ પેટ કમિન્સ અને તેમના આખા પરિવાર સાથે છે. પેટ કમિન્સની ગેરહજરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝમાં વાપસીની ઓસ્ટ્રેલિયાની આશાઓને વધુ ઝટકો લાગ્યો છે.

આ અગાઉ જોશ હેઝલવુડ અને ડેવિડ વોર્નર ઇજાના કારણે સ્વદેશ ફરી ચૂક્યા છે. કેપ્ટનની ગેરહાજરીમાં મિચેલ સ્ટાર્ક, જેને ઇન્દોર માટે તૈયાર થવાની આશા છે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે આક્રમણની આગેવાની કરી શકે છે. તો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પણ પૂરી રીતે ફિટ થઇને વાપસી કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયન ટીમ 0-2થી પાછળ છે અને તેને સીરિઝમાં બરાબરીની આશાઓ બનાવી રાખવા માટે ઇન્દોરમાં થનારી મેચમાં જીત હાંસલ કરવી જ પડશે.

છેલ્લી બે ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

ભારત વિરુદ્વ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ, એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, પિટર હેંન્ડસકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp