રિવ્યૂ મીટિંગમાં BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન, WC માટે 20 ખેલાડી શોર્ટ લિસ્ટ કરાયા

PC: livemint.com

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને હાર મળી તો પ્રદર્શન પર ઘણા પ્રકારના સવાલ થયા. હવે નવા વર્ષની શરૂઆત આ જ સવાલોના જવાબ શોધવા સાથે થઇ છે. BCCIએ રવિવારે એક રિવ્યૂ મીટિંગ કરી, જેમાં ભારતીય ટીમના પ્રદર્શન અને આગળના પ્લાન પર ચર્ચા કરી. BCCIની નજર હવે વન-ડે વર્લ્ડ કપ 2023 પર ટકેલી છે. BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને સચિવ જય શાહની આગેવાનીમાં થયેલી આ બેઠકમાં ભારતીય ટીમના હેડ કોચ, કેપ્ટન રોહિત શર્મા, NCA પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ વાત એ છે કે, BCCIએ નક્કી કર્યું કે વન-ડે વર્લ્ડ કપ માટે અત્યારથી જ 20 ખેલાડીઓનું સિલેક્શન કરશે, જેમને રોટેશનના હિસાબે વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવશે. બોર્ડે વન-ડે વર્લ્ડ કપ માટે અત્યારથી જ 20 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કર્યા છે. તેમની ફિટનેસ, તૈયારી અને વર્ક લોડનું ધ્યાન રાખવામાં આવશે અને રોટેશનમાં ચાન્સ આપવામાં આવશે. જેથી ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વર્લ્ડ કપ સુધીમાં ખેલાડીઓનું રિધમ યથાવત રહે છે. ગત T20 વર્લ્ડ કપ અને મોટા ટૂર્નામેન્ટની ભૂલથી BCCIએ શીખ લીધી છે.

બોર્ડનો એક મહત્ત્વનો નિર્ણય એ છે કે, NCA હવે ખેલાડીઓ અને IPL ફ્રેન્ચાઇઝીઓના સંપર્કમાં રહેશે, જેથી વર્લ્ડ કપ અને અન્ય ઇન્ટરનેશનલ મેચોને ધ્યાનમાં રાખતા ખેલાડીઓનું વર્કલોડ મેનેજ કરવામાં આવે. સાથે જ IPL ફ્રેન્ચાઇઝીઓ સાથે પૂલમાં સામેલ ખેલાડીઓને આરામ આપવા કે બ્રેક લેવાની છૂટ આપવા પર પણ મંથન કરવામાં આવશે. રિવ્યૂ મીટિંગમાં BCCIએ હવે યો-યો ટેસ્ટની વાપસીની જાહેરાત કરી દીધી છે. થોડા સમય પહેલા યો-યો ટેસ્ટ પર રોક લગાવી દેવામાં આવી હતી, પરંતુ તેને ફરીથી લાવવામાં આવ્યું છે. એટલે કે જો કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થયા બાદ પાછો આવે છે કે બે સીરિઝ વચ્ચે મોટો ગેપ હોય છે ત્યારે ખેલાડીઓએ યો-યો ટેસ્ટ આપવું પડશે.

રિવ્યૂ મીટિંગમાં આ ત્રણ મહત્ત્વના નિર્ણય:

ઇમર્જિંગ ખેલાડીઓએ હવે ઘરેલુ સીરિઝમાં સતત રમવું પડશે, જેથી તેઓ નેશનલ ટીમ સિલેક્શન માટે તૈયાર થઇ શકે.

યો-યો ટેસ્ટ અને ડેક્સા સિલેક્શન પ્રોસેસનો હિસ્સો બનશે, સીનિયર ટીમના પૂલમાં જે ખેલાડી છે તેમના પર લાગૂ કરવામાં આવશે.

વન-ડે વર્લ્ડ કપ 2023 અને અન્ય સીરિઝને જોતા NCA બધી IPL ફ્રેન્ચાઇઝી સાથે વાત કરશે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp