ચીફ સિલેક્ટર માટે BCCIનો સંઘર્ષ, 1.25 કરોડનું પેકેજ પણ આકર્ષિત ન કરી શક્યું

PC: twitter.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયા માટે રાષ્ટ્રીય પસંદગીકારોના પદ માટે અરજીઓ આમંત્રિત કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ 'બરખાસ્ત' પેનલ ફરજ બજાવવાનું ચાલુ રાખે છે. અહેવાલો મુજબ, બોર્ડ 'ટોચના નામો' આમંત્રિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને તેથી અંતિમ સમિતિને વધુ એક મોકો આપવામાં આવ્યો છે. દેખીતી રીતે, ચેરમેનની ભૂમિકા માટે રૂ. 1.25 કરોડ અને અન્ય સભ્યો માટે રૂ. 1 કરોડનું પેકેજ પણ હવે આકર્ષક માનવામાં આવતું નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 'અશોક મલ્હોત્રા, સુલક્ષણા નાઈક અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) નવી રાષ્ટ્રીય પસંદગી સમિતિ માટે સંભવિત ઉમેદવારોના ઈન્ટરવ્યુ માટે 29 ડિસેમ્બરે મુંબઈમાં એક મિટિંગ થવાની સંભાવના છે. એવું માનવામાં આવ્યું છે કે, BCCI ઈન્ટરવ્યુ માટે નામોને શોર્ટલિસ્ટ કરવાની પ્રક્રિયામાં છે અને અગાઉની પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા તેમના મધ્ય ઝોનના સાથી હરવિંદર સિંઘ સાથે આ યાદીમાં સ્થાન મેળવે તેવી સંભાવના પ્રબળ છે.

BCCIના એક સૂત્રએ ગોપનીયતાની શરતે કહ્યું, 'જો બધુ બરાબર રહ્યું તો, CACની બેઠક 29 ડિસેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આમાં પસંદગીના નામો માટે ઇન્ટરવ્યૂ પણ થશે. આ દરમિયાન, ચેતન શર્મા અને તેની સમિતિને વધુ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન તેને રણજી ટ્રોફીની મેચો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

એવું જાણવા મળ્યું છે કે, ચેતન શર્મા અને હરવિન્દર બંનેનો CAC દ્વારા ફરીથી ઇન્ટરવ્યુ લેવામાં આવે તેવી શક્યતા છે અને બંને પોતપોતાના પ્રદેશમાંથી પસંદગીકારો તરીકે ચાલુ રહી શકે છે. આ ઘટનાક્રમ પર નજર રાખી રહેલા BCCIના સૂત્રોનું માનવું છે કે, બોર્ડના અધિકારીઓને આ પદ માટે મોટી સંખ્યામાં યોગ્ય નામો મળ્યા નથી.

સૂત્રએ કહ્યું, ચેતન શર્મા પાસે પસંદગી સમિતિમાં અધ્યક્ષ તરીકે અથવા તો ઓછામાં ઓછા ઉત્તર ઝોનના પ્રતિનિધિ તરીકે ચાલુ રહેવાની સારી તક છે. સત્ય એ છે કે BCCIને આ પદ માટે કોઈ ઉચ્ચ સ્તરના ભૂતપૂર્વ ખેલાડીનું નામ નથી મળી રહ્યું. જો ચેતનને આની અંદર તક ન મળતી હોય તો તે શા માટે અરજી કરશે? તેને અમુક આશ્વાસન જરૂર મળ્યું હશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp