
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) હાલના દિવસોમાં અજીબ પ્રકારની મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. સ્ટાર ઇન્ડિયા ઇચ્છે છે કે BCCI તેને હાલના કોન્ટ્રાક્ટમાંથી 130 કરોડ રૂપિયાની છૂટ આપે. તો બાયજૂસ ઇચ્છે છે કે, બોર્ડ હાલની ડીલ હેઠળ 140 કરોડ રૂપિયાની બેંક ગેરંટી રોકે છે. હાલમાં સ્ટાર ઇન્ડિયા ભારતમાં થનારી ઘરેલુ મેચો માટે BCCIની સત્તાવાર બ્રૉડકાસ્ટ છે, તો બાયજૂસ ભારતીય ટીમની જર્સી પ્રયોજક છે. આ મામલાને લઇને BCCIના એપેક્સ કાઉન્સિલની સોમવારે ઇમરજન્સી મીટિંગ થઇ, જેમાં બંને વિષયો પર એક કલાક કરતા વધુ સમય સુધી ચર્ચા કરવામાં આવી.
આ એક વર્ચુઅલ મીટિંગ હતી. બાયજૂસે નવેમ્બરમાં BCCIને જણાકરી આપી હતી કે, ભારતીય ક્રિકેટ ટીમના જર્સી પ્રયોજકથી બહાર નીકળવા માગે છે. જો કે, બોર્ડે આ એજ્યુકેશન કંપનીને માર્ચ 2023 સુધી કોન્ટ્રાક્ટ યથાવત રાખવા કહ્યું હતું. બાયજૂસે ગયા વર્ષે જૂનમાં લગભગ 35 મિલિયન ડૉલર (લગભગ 3 અબજ રૂપિયા) સાથે જર્સી પ્રયોજન ડીલને વર્લ્ડ કપ 2023 સુધી વધારી દીધી હતી. તેમાં BCCIને 140 કરોડ રૂપિયાની બેંક ગેરન્ટીના માધ્યમથી ચૂકવણી કરવાની છે, જ્યારે બાકી 150 કરોડ રૂપિયા હપ્તાના માધ્યમથી ચૂકવણી કરવામાં આવશે.
Big Breaking 🚨.
— Vishal. (@SPORTYVISHAL) January 9, 2023
The broadcaster has asked BCCI for a discount of 130 CR in the existing deal as they have lost 200 CR in the IND v SRL series. (Article - Insidesport).
We all knew this was bound to happen when ur two 🐐 Rohit Sharma and Kohli are no more in T20Is. pic.twitter.com/Ls09zZWTAT
BCCI સાથે જોડાયેલા પદાધિકારીઓએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, આ બેઠકમાં માત્ર બાયજૂસ અને સ્ટાર ઇન્ડિયાના મુદ્દાઓ પર ચર્ચા થઇ, પરંતુ તેમાં પણ એક કલાક કરતા વધુ સમય લાગ્યો. આ એક ગંભીર મુદ્દો છે અને આ લાખો ડૉલરનો મામલો છે. એટલે તેમાં સમય લાગવો સ્વાભાવિક છે. સ્ટાર ઇન્ડિયાએ વર્ષ 2018-2023ની અવધિ માટે ભારતના ઇન્ટરનેશનલ અને ઘરેલુ મેચના ટી.વી. રાઇટ્સ માટે 6138.1 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. કોન્ટ્રાક્ટની અવધિને થોડી મેચોને કોરોના મહામારીના કારણે પુનરનિર્ધારિત કરવી પડી.
તેમણે આગળ કહ્યું કે આ મુદ્દા પર લાંબી ચર્ચા થઇ, પરંતુ બોર્ડે અત્યાર સુધી છેલ્લો નિર્ણય લીધો નથી. આ મુદ્દો એવા સમયે સામે આવ્યો છે જ્યારે BCCIનો હાલનો કોન્ટ્રાક્ટ માર્ચમાં સમાપ્ત થઇ રહ્યો છે. બોર્ડ ત્યારબાદ આગામી 5 વર્ષના ચક્ર માટે મીડિયા રાઇટ્સ વેચવાની તૈયારી કરી રહ્યું છે. BCCIએ IPL મીડિયા રાઇટ્સ રેકોર્ડ 48,390 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. એવામાં BCCI વધુ એક અપ્રત્યાશીત કામણીની આશા રાખી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp