BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આપ્યું રાજીનામું, જય શાહે સ્વીકારી લીધું

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ ભારતીય ટીમ અને ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. ત્યારબાદ તેઓ સતત વિવાદોમાં હતા. હવે તેમણે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને મોકલ્યું હતું અને તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

ચેતન શર્માએ એક ન્યૂઝ ચેનલના સ્ટિંગમાં સિલેક્શનના મુદ્દાઓ સાથે જોડાયેલા, વિરાટ કોહલી- સૌરવ ગાંગુલી વિવાદ, ખેલાડીઓના ફિટનેસ સહિત ઘણા મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા, ત્યારબાદ તેઓ વિવાદોમાં ફસાઈ ગયા હતા. ચેતન શર્માએ ગુપ્ત કેમેરા સામે ખુલસો કર્યો હતો કે, ભારતીય ટીમમાં ખેલાડી ઇન્જેક્શન લઈને ફિટનેસ સર્ટિફિકેટ હાંસલ કરી લે છે. તેની સાથે જ ચેતન શર્માએ ભારતીય ટીમના ખેલાડીઓને સિલેક્ટ અને ડ્રોપ કરવા પર પણ ખુલાસો કર્યો હતો.

ચેતન શર્માએ સ્ટિંગમાં BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે થયેલા વિવાદ પર પણ ખુલાસો કર્યો હતો, જેમાં વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલી પર આરોપ લગાવ્યો હતો કે તેને કહ્યા વિના જ કેપ્ટન્સીના પદ પરથી હટાવી દેવામાં આવ્યો. તેમણે કથિત રીતે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથે વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ખેલાડી 80-85 ટકા ફિટ હોવા છતા પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં જલદી વાપસી કરવા માટે ઇન્જેક્શન લે છે.

ચેતન શર્માએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝ માટે જસપ્રીત બૂમરાહની વાપસીને લઈને તેમના અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદ હતા. એ સિવાય ચેતન શર્મા આ વીડિયોમાં ઘણા મહત્ત્વના ખુલાસા કર્યા છે, જેને લઈને વિવાદ ઊભો થઈ ગયો હતો. વીડિયો બાદ જ ચેતન શર્મા ચર્ચામાં હતા અને સોશિયલ મીડિયા પર ફેન્સે તેમની ક્લાસ લઇ રહ્યા હતા. આ દરમિયાન સતત BCCI પાસે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી હતી અને હવે ચેતન શર્માએ રાજીનામું આપી દીધું છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માઅને આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત થયેલા T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ પણ હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ તેમને રિટર્ન કરવામાં આવ્યા હતા. ચેતન શર્માના ચીફ સિલેક્ટર રહેતા ભારતીય ટીમનું પ્રદર્શન પણ ખૂબ ખરાબ રહ્યું હતું. ભારતીય ટીમ ચેતન શર્માના કાર્યકાળમાં એક પણ ICC ટ્રોફી જીતી શકી નથી. BCCIએ નવી સિલેક્શન સમિતિમાં ચેતન શર્મા સિવાય, શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન શરથને ચાંસ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp