
આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડકપ માટે ક્રિક્રેટ ચાહકોમાં અત્યારથી ભારે ઉત્સાહ છે. BCCI પણ જોરશોરથી તૈયારી કરી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ બોર્ડ દેશના 5 મોટો સ્ટેડીયમનું રિનોવેશન કરાવશે, જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે.
વન-ડે વર્લ્ડકપ આ વખતે ભારતમાં રમાવવાનો છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે ભારતે પુરી તૈયારી કરી લીધી છે. આ વર્ષના ઓકટોબર- નવેમ્બર મહિનનાં ICC ODI વર્લ્ડકપ રમાવવાનો છે. આ વચ્ચે ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડ, BCCI વર્લ્ડકપના સફળ આયોજન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. BCCI દેશના 5 મોટા સ્ટેડીયમને મોડીફાઇ કરવા જઇ રહી છે. છેલ્લાં 10 વર્ષમાં BCCIએ ધૂમ કમાણી કરી છે, જેને લીધે BCCI દુનિયાની સૌથી અમીર બોર્ડ બની ગઇ છે.
બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન્ડિયા અમીર તો બની છે, પરંતુ કેટલીક વખત સ્ટેડીયમમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળતો હોય છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઇ હતી તે વખતે દર્શકોએ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ગંદા ટોયલેટ સામે હંગામો મચાવ્યો હતો.
જાણવા મળેલી માહિતી મુજબ BCCI ODI વર્લ્ડકપ પહેલાં દેશના 5 મોટા સ્ટેડીયમનું રિનોવેશન કરવાની છે,જેમાં દિલ્હી, હૈદ્રાબાદ, કોલકાત્તા, મોહાલી અને મુંબઇના ક્રિક્રેટ સ્ટેડીયમનો સમાવેશ થાય છે. પાંચેય મેદાનોને મોડીફાઇ કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થશે.
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડીમના રિનોવેશન માટે 100 કરોડ રૂપિયા, હૈદ્રાબાદના સ્ટેડીયમ માટે 117.17 કરોડ રૂપિયા, કોલક્તાના ઇડન ગાર્ડન્સ માટે 127.47 કરોડ રૂપિયા, પંજાબના મોહાલી ગ્રાઉન્ડ માટે 79.46 કરોડ રૂપિયા અને મુંબઇના વાનખેડે સ્ટેડીયમ માટે 78.82 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
ભારત વન-ડે વર્લ્ડકપનું યજમાન છે અને દેશના 12 સ્ટેડીયમને મેચ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, બેંગલુરુ, ચેન્નઇ, દિલ્હી, ધર્મશાલા,ગૌહાટી, હૈદ્રાબાદ, કોલકાત્તા, લખનૌ, ઇન્દોર, રાજકોટ અને મુંબઇના મેદાન પર મેચ રમાશે.
વર્ષ 2023ના ઓકટોબર- નવેમ્બર મહિનામાં રમાનારી મેચ કુલ 46 દિવસ રમાશે જેમાં 48 મેચ રમાડવામાં આવશે. છેલ્લો ODI વર્લ્ડ કપ 2011માં ભારતમાં યોજાયો હતો જ્યારે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો. ત્યારથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી શકી નથી. ચાહકોને આ વર્ષે ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી આશાઓ છે. છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં માત્ર હોમ ટીમ જ વર્લ્ડ કપ જીતી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp