IPL 2023ની ઉપલબ્ધતા અંગે બેન સ્ટોક્સે આપ્યું મોટું અપડેટ

PC: zeenews.india.com

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની આગામી સીઝનમાં પોતાની ઉપલબ્ધતાને લઈને મોટું અપડેટ આપ્યું છે. બેન સ્ટોક્સ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝ દરમિયાન પોતાના ઘૂંટણની સમસ્યાથી ઝઝૂમતો નજરે પડ્યો હતો. ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટમાં 1 રનની રોમાંચક જીત નોંધાવીને સીરિઝ 1-1થી બરાબરી પર સમાપ્ત કરી. તો મેચ બેન સ્ટોક્સે મોટું અપડેટ આપતા કહ્યું કે, તે ઇજા બાદ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે IPL રમવા જઈ રહ્યો છે.

બેન સ્ટોક્સે બીજી ટેસ્ટમાં માત્ર 2 ઓવર જ બોલિંગ કરી હતી. બેન સ્ટોક્સ બીજી ટેસ્ટમાં બેટિંગ કરતી વખત પણ ઘૂંટનની સમસ્યાની ઝઝૂમતો નજરે પડ્યો. તેણે પહેલી ઇનિંગમાં 27 રન બનાવ્યા, જ્યારે બીજી ઇનિંગમાં 116 બૉલમાં 33 રનની ઇનિંગ રમી, પરંતુ અંતમાં ઇંગ્લેન્ડને 1 રને હારનો સામનો કરવો પડ્યો. બેન સ્ટોક્સે વેલિંગ્ટનની બીજી ટેસ્ટ બાદ કહ્યું કે, ‘હું IPLમાં જઈ રહ્યો છું. ફ્લેમિંગ સાથે મારી વાતચીત થઈ છે અને તેઓ મારા શરીરની સ્થિતિથી સારી રીતે વાકેફ છે.

આ સમયે અઠવાડિયા દર અઠવાડિયાનો મામલો છે. IPLની ગત સીઝનમાં ન રમનારા બેન સ્ટૉક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે બેન સ્ટોક્સે આ ગયા મહિનાની શરૂઆતમાં સંકેત આપ્યા હતા કે, તે કદાચ આયરલેન્ડ વિરુદ્ધ 1 જૂનથી શરૂ થતી એકમાત્ર ટેસ્ટની તૈયારી માટે IPL 2023ની પ્લેઓફને મિસ કરશે. તો એશેજ સીરિઝ 16 જૂનથી શરૂ થશે અને બેન સ્ટોક્સે કહ્યું કે, તે ફિટ છે અને એક ઓલરાઉન્ડરના રૂપમાં કર્તવ્ય તેની પ્રાથમિકતા છે.

IPL 2023ની શરૂઆત 31 માર્ચથી થશે અને ફાઇનલ મેચ 18 મેના રોજ રમાશે. આ દરમિયાન બેન સ્ટોક્સે કહ્યું કે, તે ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટિફન ફ્લેમિંગ સાથે પોતાની રમતની યોજના પર ચર્ચા કરી રહ્યો છે. સ્ટોક્સે ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટનના રૂપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની કેપ્ટન્સીમાં 13માંથી 10 ટેસ્ટ જીતી છે. તેણે અને હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે ઈંગ્લેન્ડ ક્રિકેટનો ચહેરો બદલી દીધો છે. જો કે સ્ટોક્સે એશેજના મહત્ત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, તે સામેથી નેતૃત્વ કરવા માટે પૂરી રીતે ફિટ થવાની આશા રાખી રહ્યો છું, જ્યારે તેણે સ્વીકાર્યું કે ઈજાની ચિંતા તેને પાછળ ખેચી રહી છે.

સ્ટોક્સે કહ્યું કે, હું ખોટું બોલી રહ્યો નથી, એ જાણીને ખૂબ નિરાશા થાય છે કે કંઈક એવું છે જે મને પ્રદર્શન કરતા રોકી રહ્યું છે. ભૂમિકા મેં છેલ્લા 10 વર્ષથી નિભાવી છે. એશેજ પહેલા સારું પ્રદર્શન કરવા માટે અત્યારે મારી પાસે 4 મહિનાનો સમય છે કેમ કે હું બર્મિઘમમાં પહેલી ટેસ્ટમાં પોતાની ભૂમિકા સારી રીતે નિભાવવા માગું છું. હું પોતાની જાતને આ બાબતે ચિંતા ન કરવાનો, સર્વશ્રેષ્ઠ અવસર આપવા માટે એ બધુ આકરી રહ્યો છું, જે હું કરી શકું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp