બેન સ્ટોક્સે ક્રિકેટના આ નિયમને કાઢવાની ICC પાસે માગ કરી

PC: economictimes.indiatimes.com

સિડનીમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયા વર્સિસ દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચના પહેલા દિવસે એક મોટો હોબાળો જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયન ઇનિંગની 40મી ઓવરના પાંચમા બૉલ પર લાબુશેનનો કેચ પહેલી સ્લીપ પર સાઇમન હાર્મરે પકડ્યો હતો અને બધા આફ્રિકન ખેલાડી સેલિબ્રેશન મનાવવા માગ્યા હતા. તો ફિલ્ડ અમ્પાયરોએ નિર્ણય માટે ત્રીજા અમ્પાયરની મદદ લીધી, પરંતુ ઘણી વખત રિપ્લે જોયા બાદ તેને નોટઆઉટ આપી દેવામાં આવ્યો.

આ નિર્ણય બાદ ક્રિકેટ જગત અને સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો. આ દરમિયાન ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે કટાક્ષ કરતા પોતાના વિચાર ટ્વીટર પર શેર કર્યા છે. બેન સ્ટોક્સે સૌથી પહેલા પોતાના વિચાર આ નિર્ણય પર રાખ્યા અને અંતમાં કહ્યું કે, આ નિર્ણય પર મારી ટિપ્પણી નથી અને હસતા પોતાની આખી વાત પૂરી કરી. આ પહેલા તેણે કહ્યું કે, ‘ICCએ સોફ્ટ સિગ્નલથી છુટકારો મેળવવો કે હટાવી દેવો જોઇએ અને થર્ડ અમ્પાયરને નિર્ણય લેવા માટે બધી ટેક્નિક રાખવાની મંજૂરી આપવી જોઇએ.’

તેણે આગળ કહ્યું કે, ‘જ્યારે ઑન ફિલ્ડ અમ્પાયર આ પ્રકારના નિર્ણયને ઉપર મોકલે છે તો બધો વિવાદ આપવામાં આવેલા સોફ્ટ સિગ્નલ આસપાસ હોય છે. ’ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ આ ઘટના પર થર્ડ અમ્પાયરના કેમેરા એન્ગલ પર સમીક્ષા કરવા કહ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના CEO નિક હોકલેએ મેચના અધિકારીઓના નિર્ણયને ડિફેન્સ કરતા કહ્યું કે, ક્રિકેટનું પ્રસારણ સંભવતઃ કોઇ પણ મુખ્ય રમત સૌથી મુશ્કેલ છે. અમારી પાસે મોટી સંખ્યામાં કેમેરા ઉપલબ્ધ છે.

તેમણે આગળ કહ્યું કે, કાલે વાસ્તરમાં થોડા માર્જિનથી નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચ રેફરી અને અમ્પાયર તેમની પાસે ઉપલબ્ધ જાણકારી સાથે એ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે કંઇક એવી ઘટના છે જેની બાબતે અમે વિચારીશું અને જોઇશું. અમે તેના પર ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ તેની  સમીક્ષા પણ કરીશું. તે ખૂબ જ નિરાશાજનક હતું.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા બીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં 4 વિકેટના નુકસાન પર 4 વિકેટના નુકસાન પર 475 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા 195 રન બનાવીને નોટઆઉટ પીચ પર ટકી રહ્યો છે તેની સાથે મેટ રેનશૉ છે. એ સિવાય સ્ટીવ સ્મિથે પણ 104 રનની ઇનિંગ રમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp