26th January selfie contest

DC સામેની મેચ બાદ ઇંગ્લેન્ડ જતો રહેશે બેન સ્ટોક્સ, મોટું કારણ આવ્યું સામે

PC: consent.yahoo.com

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની અંતિમ લીગ મેચ બાદ ઇંગ્લેન્ડ પાછો જતો રહેશ. ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની પોતાની અંતિમ લીગ મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવાની છે અને આ મેચ બાદ બેન સ્ટોક્સ પાછો પોતાના દેશમાં જતો રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટૉક્સને IPL 2023 માટે થયેલા ઓક્શનમાં 16.25 કરોડ રૂપિયાની ભારેભરકમ રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

જો કે, ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ સીઝનમાં માત્ર 2 જ મેચ રમી શક્યો અને આ દરમિયાન તેણે મોટા ભાગે બેટિંગ જ કરી છે. તેણે માત્ર 1 જ ઓવર બોલિંગ કરી હતી. જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં જાય છે તો પછી બેન સ્ટોક્સ એ મેચો માટે ઉપલબ્ધ નહીં રહે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, બેન સ્ટોક્સ આયરલેન્ડ વિરુદ્ધ 1 જૂનથી શરૂ થનારી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડ પાછો જતો રહેશે. આ મેચને ઇંગ્લેન્ડની ટીમની એશેજ સીરિઝ માટે તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 જૂનથી એશેજ સીરિઝની શરૂઆત થશે અને બેન સ્ટોક્સ તેના માટે પોતાને પૂરી રીતે તૈયાર રાખવા માગે છે. ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે એ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અંતિમ લીગ મેચ માટે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં વધારે કંઈ બદલાવ નહીં થાય અને એવામાં બેન સ્ટૉક્સની આ મેચમાં પણ રમવાની સંભાવના ખૂબ ઓછી છે.

સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, અમે પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છીએ, અમારો એ અંદાજ નથી કે એક હાર બાદ ટીમમાં બદલાવ કરવા લાગીએ. તેમણે કહ્યું કે, અમે એવું જરાય નહીં કરીએ. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અમે પોતાની બેસ્ટ ટીમ ઉતારવા માટે પૂરી રીતે ફોકસ છીએ. રવિવારે હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે, બેન સ્ટોક્સ અત્યારે પણ બોલિંગ કરવામાં અસમર્થ છે. રોયટર્સના રિપોર્ટ મુજબ બેન સ્ટોક્સને ટો ઇન્જરી છે અને આ અગાઉ તે IPL ડાબા ઘૂંટણની ઇજાથી પરેશાન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp