ધોનીની કેપ્ટન્સીવાળી CSKને મોટો ઝટકો, બેન સ્ટોક્સ 10 દિવસ વહેલા છોડશે IPL 2023

PC: skysports.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના મિનિ ઓક્શનમાં જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)એ ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટૉક્સને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, ત્યારે મહેન્દ્ર સિંહ ધોની સાથે સાથે ફેન્સ પણ ખૂબ ખુશ હતા, પરંતુ હવે ચેન્નાઇ સુપર કિંગ્સ અને તેના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જૂન-જુલાઇમાં એશેજ સીરિઝ થવાની છે અને આ દરમિયાન બેન સ્ટોક્સે જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, તે ટેસ્ટ ક્રિકેટ પર વધુ ફોકસ કરવા માગે છે એટલે તે ચેન્નાઇ સુપર કિંગ્સની આગામી સીઝનની કેટલીક મેચ નહીં રમી શકે.

બેન સ્ટૉક્સના આ નિર્ણય બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઇ સુપર કિંગ્સઅને મોટો ઝટકો લાગ્યો છે. બેન સ્ટોક્સ IPLની 16મી સીઝનની અંતિમ કેટલીક મેચો નહીં રમે, કેમ કે 1 જૂનથી થનારી આયરલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ અગાઉ પત્રકારો સાથે ખાસ વાતચીત દરમિયાન બેન સ્ટોક્સે કહ્યું કે, તે આયરલેન્ડ ટેસ્ટ માટે પોતાને સમયે આપવા માગે છે અને એટલે તે 10 દિવસ પહેલા જ IPL છોડી દેશે.

બેન સ્ટોક્સ જો IPLની કેટલીક મેચ પહેલા જ ઈંગ્લેન્ડ પાછો જતો રહે છે તો ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મોટો ઝટકો હશે કેમ કે ટીમનો સૌથી ભરોસાપાત્ર અને સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પહેલી વખત 6 વર્ષોમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો નહીં હોય. તે IPLથી સંન્યાસ લઇ ચૂક્યો છે. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીને એક સ્ટાર ઓલરાઉન્ડરની અછત વર્તાઇ રહી હશે. ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સ સિવાય અન્ય 6 ઇંગ્લિશ ખેલાડીઓનો IPLમાં ફૂલ કોન્ટ્રાક્ટ છે.

તેમાંથી 5 ખેલાડી એવા છે જે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો પણ હિસ્સો છે. જો રુટ (રાજસ્થાન રોયલસ), માર્ક વુડ (લખનૌ સુપર જાયન્ટ્સ), જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન (પંજાબ કિંગ્સ), જોફ્રા આર્ચર (મુંબઇ ઇન્ડિયન્સ) અને હેરી બ્રુક (સનરાઇઝર્સ હૈદરાબાદ) આ બધા ખેલાડી ટેસ્ટ ટીમનો હિસ્સો છે. બેન સ્ટોક્સે કહ્યું કે, એશેજ અમારા માટે મોટી સીરિઝ છે, એવામાં આ બીજા ખેલાડીઓ પર નિર્ભર કરશે કે તેઓ આયરલેન્ડ વિરુદ્ધ મેચ રમવા માગે છે કે મિસ કરવા માગે છે. બેન સ્ટોક્સ અને ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમની જોડી હાલમાં ટેસ્ટ ક્રિકેટયમાં ધમાલ મચાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp