ફાઇનલમાં જીત બાદ સંન્યાસને લઈને ધોની બોલ્યો- સંન્યાસ માટે આ બેસ્ટ સમય..

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન રમશે કે નહીં, તેનો જવાબ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023ની ટ્રોફી જીત્યા બાદ કહ્યું કે, તે આગામી વર્ષે પણ IPL રમશે. ધોનીના જણાવ્યા મુજબ, તેના સંન્યાસ માટે આ બેસ્ટ સમય હતો કેમ કે તેઓ ટ્રોફી જીતી ચૂક્યા હતા, પરંતુ ફેન્સ તરફથી પણ જે પ્રેમ મળ્યો અને સન્માન મળ્યું છે તેના કારણે તે વધુ એક સીઝન રમવા માગે છે.

IPL 2023ની જ્યારે પહેલી મેચ રમાઈ હતી, ત્યારે જ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. આ જ કારણ છે કે, આ IPL સીઝન દરેક ગ્રાઉન્ડમાં તેના માટે જોરદાર સપોર્ટ જોવા મળ્યો. મહેન્દ્ર સિંહ ધોની જ્યાં પણ જતો હતો, ત્યાં તેને પૂરો સપોર્ટ મળતો હતો. ફેન્સના આ પ્રેમને જોતા મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી સીઝનમાં પણ રમવાનો નિર્ણય લીધો છે.

તેણે ફાઇનલ મેચ જીત્યા બાદ કહ્યું હતું કે, જો તમે જુઓ તો રિટાયરમેન્ટ લેવાનો આ સૌથી બેસ્ટ સમય છે, પરંતુ જે પ્રકારે મને આ સીઝનમાં પ્રેમ મળ્યો છે, મારા માટે સૌથી સરળ હશે કે હું પોતાના સંન્યાસની જાહેરાત કરી દઉં. ધોનીએ આગળ કહ્યું કે, જો કે, મુશ્કેલ વસ્તુ છે કે 9 મહિના સુધી વધુ સખત મહેનત કરવી અને પરત આવીને ઓછામાં ઓછી વધુ એક IPL સીઝન રમવી. બધુ મારી બોડી પર નિર્ભર કરે છે. મારી પાસે અત્યારે 6-7 મહિના છે આ વસ્તુને લઈને નિર્ણય લેવા માટે.

એ મારા તરફથી એક ગિફ્ટ હશે. સરળ નથી, પરંતુ હું આ ગિફ્ટ આપવામાં માગું છું. જે પ્રકારે તેમણે મારા માટે પ્રેમ દેખાડ્યો છે, મારા હિસાબે મારે તેમના માટે એ કરવું જોઈએ. ચેન્નાઈ સુપર કિંગ્સએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.

સાઈ સુંદર્શને 47 બૉલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 8 ફોર અને 6 સિક્સ સામેલ રહ્યા. તો વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાએ 39 બૉલનો સામનો કરતા 54 રન બનાવ્યા. એ સિવાય શુભમન ગિલે 39 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 21 રન બનાવ્યા હતા. 215 રનનો પીછો કરવા ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાનમાં ઉતરી જ હતી કે પહેલી જ ઓવરમાં વરસાદે ખલેલ પહોંચાડી. ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી અને પછી મેચમાં ઓવર ઘટાડીને 15 ઓવરની કરી દેવામાં આવી. ચેન્નાઈને 15 ઓવરમાં ચેન્નાઈએ 171 રનનો ટારગેટ મળ્યો જેને ચેન્નાઈએ છેલ્લા બૉલ પર હાંસલ કરીને પાંચમી વખત ટ્રોફી પોતાના નામ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp